IPL (Indian Premier League) ની 15મી સીઝનની 20મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને ત્રણ રનથી હરાવ્યું. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાનની ચાર મેચોમાં આ ત્રીજી જીત હતી, જેના પછી તે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગઈ છે.મેચમાં રાજસ્થાનની જીતનો હીરો ફાસ્ટ બોલર કુલદીપ સેન રહ્યો હતો. IPLમાં પદાર્પણ કરનાર કુલદીપે છેલ્લી ઓવરમાં લખનૌની ટીમને જીતવા માટે જરૂરી 15 રન બનાવવા દીધા ન હતા.
IPL (Indian Premier League) ની સીઝન દ્વારા ઘણી પ્રતિભાઓને ટેલેન્ટ દેખાડવાનું મંચ મળ્યું છે. તેમાં કોઈ શંકા નથી કુલદીપ સેનની ચતુરાઇ ભરેલી બોલિંગે રાજસ્થાન રોયલ્સને 3 રનોથી મેચ જીતાડી દીધી. લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ IPLમા ડેબ્યૂ કરનાર કુલદીપ સેન પર કેપ્ટન સંજુ સેમસને ભરોસો કરીને છેલ્લી ઓવર આપી. અને કુલદીપ સેનની છેલ્લી ઓવર હરીફ ટીમ માટે ખુબજ ભારે પડી હતી અને હરીફ ટીમના હાથમાંથી જીતેલી મેચ છીનવી લીધી હતી. મેચ બાદ સૌં કોઈએ કુલદીપ સેનને અભિનદન આપ્યા હતા.
M̶u̶s̶k̶u̶r̶a̶a̶i̶y̶e̶,̶ ̶a̶a̶p̶
Muskuraane, ki wajah tum ho ? pic.twitter.com/xilu40PpzS
— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2022
કુલદીપ સેન મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના હરિહરપુર ગામમાંથી આવે છે. તેના પિતા રામપાલ સેનની શહેરના સિરમૌર ચોકમાં હેર સલૂનની નાની દુકાન ચલાવે છે. રામપાલ અને ગીતા સેનને 5 બાળકો છે. કુલદીપ ત્રણ ભાઈઓમાં સૌથી મોટો છે. જમણા હાથના ફાસ્ટ બોલર કુલદીપ સેને એક દાયકા પહેલા વિંધ્ય ક્રિકેટ એકેડમી (VCA) ક્લબ સાથે ક્રિકેટની શરૂઆત કરી હતી. આ એકેડમીએ કુલદીપની ફી માફ કરી દીધી હતી.તેણે પંજાબ સામે એક ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. કુલદીપે ડેબ્યૂ સિઝનનો અંત કુલ 25 વિકેટ સાથે કર્યો હતો.
તેના પિતાનું નામ રામ પાલ સેન અને માતા ગીતા સેન છે. તેના 4 ભાઈ-બહેન છે. કેપ્ટન સંજુ સેમસને કુલદીપ સેનના વખાણ કરતા કહ્યું કે કુલદીપ સેનમાં એક વિશેષ પ્રતિભા છે અને મને લાગે છે કે તે જલદી જ ભારત માટે પણ ખાસ હશે.IPL 2022 ની મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ (RR) દ્વારા કુલદીપ સેનને તેની મૂળ કિંમત રૂ. 20 લાખમાં લેવામાં આવ્યો હતો.ટીમ મેનેજમેન્ટ તેના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત થયા હતા.
IPL (Indian Premier League) ની 15મી સીઝનની 20મી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. જેમાં LSG સામે 166 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં લખનઉ 20 ઓવરમાં માત્ર 162/8નો સ્કોર નોંધાવી શક્યું હતું.કુલદીપ સેને કુલ 4 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ ચટકાવી. તેની શાનદાર બોલિંગ પર રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું કે તે દિલથી બોલિંગ કરે છે. તેણે દબાવમાં શાનદાર પ્રદર્શન કર્યું અને આ પ્રકારના અનુભવથી જ તે આગળ વધશે.
કુલદીપ આઉટ સ્વિંગરને ખૂબ સારી રીતે બોલ કરે છે. તે બેટિંગ પણ કરી શકે છે. ક્રમની નીચે આવતા તે લાંબા છગ્ગા મારવામાં તેમજ ઝડપથી બેટિંગ કરવામાં માહિર છે.રીવા જિલ્લાનો આ આશાસ્પદ બોલર 135 થી 140 kmphની ઝડપે સતત બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. તેણે સ્વિંગ અને આઉટ સ્વિંગ બંનેમાં નિપુણતા મેળવી છે.