Ahmedabad Weather Forecast: જો વાત કરવામાં આવે તો GT Vs CSK વચ્ચે IPL Final (GT Vs CSK IPL Final) રવિવારે એટલે કે ગઈકાલે રમાવાની હતી. પરંતુ, વરસાદના કારણે મેચ રદ્દ કરવાનો વખત આવ્યો હતો. ત્યારે હવે આજે ફાઈનલ માટે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. મેચ માટે મોટી સંખ્યામાં દર્શકો આવી પહોચ્યા હતા પરંતુ મેચ શરુ થાય તે અગાઉ જ વરસાદ (Rain Forecast in Ahmedabad) વિઘ્ન બનતા કેટલીક ગણતરીઓ સાથે મેચ શરુ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, રાત સુધી વરસાદ ઉભો ન રહેતા આખરે તેને આજ (સોમવાર)ના વધારાના દિવસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. એટલે કે, હવે આજ પણ વરસાદ (Ahmedabad Weather Forecast)ના એંધાણ વચ્ચે ફરી એક વખત મેચ યોજાશે કે નહીં તે અંગે શંકાના વાદળોએ ક્રિકેટ રસિકોને ચિંતામાં મૂકી દીધા છે.
મહત્વનું છે કે, ગઈકાલે લગભગ રાજ્યભરમાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. અમદાવાદમાં 2 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો અને તેમાં પણ મોટેરામાં સતત વરસાદ પડવાને કારણે આખરે રવિવારના દિવસે મેચ રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ IPL ફાઈનલ માટે એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે એટલે કે આજે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે ફાઈનલ મેચ રમાશે કે નહી, કારણ કે, આજે પણ અમદાવાદમાં વરસાદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સવારના તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને ગઈકાલે થયેલા વરસાદ બાદ પુષ્કળ પ્રમાણમાં હવામાન ભેજનું પ્રમાણ છે. અમદાવાદમાં વરસાદની સંભાવના હજુ પણ જોવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, આણંદ, વડોદરામાં પણ વરસાદ પડી શકે છે.
મહત્વનું છે કે, અમદાવાદથી આઈપીએલની શરુઆત જે બે ટીમો વચ્ચે થઈ હતી તે બન્ને ટીમો વચ્ચે જ ફાઈનલનો મુકાબલો ગઈકાલે યોજાવાનો હતો, જોકે, વરસાદના કારણે મેચ જ ધોવાઈ ગઈ હતી. હવે આજ (સોમવાર)ના રિઝર્વ ડે પર મેચ યોજવામાં આવશે. પરંતુ જો આજે પણ ભારે વરસાદના કારણે મેચ ધોવાઈ જાય તો ગુજરાત બેઠા-બેઠા જ ચેમ્પિયન બની શકે છે.
ઉલ્લેખનીય છે કે, જો રિઝર્વ ડે પર પણ વરસાદ શરૂ થાય અને મેચ નિર્ધારિત ત્રણ કલાક અને 20 મિનિટ ઉપરાંત ઉમેરાયેલા બે કલાકમાં સમાપ્ત થઈ ન શકે, તો અમ્પાયર દ્વારા ફરીથી પીચનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો યોગ્ય જણાય તો, વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવર પણ કરવામાં આવી શકે છે. પરંતુ જો સુપર ઓવર પણ શક્ય ન હોય, તો IPL પોઇન્ટ ટેબલમાં સૌથી વધુ પોઈન્ટ મેળવનારી ટીમને એટલે કે ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન જાહેર કરી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.