દોસ્તો હાલ માં પૂર્વ IPS અધિકારી રમેશ સવાણી એ એક facebook પોસ્ટ મારફતે વ્હોટસએપ નો એક ફોરવર્ડ મેસેજ વિશ્લેષણ સાથે જાહેર કર્યો છે. આ વિશ્લેષણ માં મુસ્લિમ વિરોધી માહોલ ઉભો કરતા અસામાજિક તત્વો વિષે વાત કરવામાં આવી છે. ચાલો જાણી લઈએ કે આ વાઈરલ વ્હોટસએપ મેસેજ ની હકીકત શું છે? શું મુસ્લિમ વક્ફ બોર્ડ, સાચે જ દેશની ગમે તે સંપત્તિ છીનવી શકે છે? તથા જાણો કે શું કીધું એક IPS અધિકારીએ આના વિષે! મેસેજમાં લખ્યું છે :
[1] વકફ બોર્ડનો ગુજરાતમાં પ્રવેશ થયો તો Statue of Unity કે મોટેરાનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પણ વકફ બોર્ડના કબજામાં આવી શકે છે !
[2] દેશમાં હિંદુ ધર્મની કબર ખોદવાના મુખ્ય વિલન કોંગ્રેસ છે. કોંગ્રેસે મુસ્લિમ ધર્મ માટે જે કંઈ કર્યું તેના દસમા ભાગનું કામ પણ જેહાદીઓ કરી શક્યા નથી ! 2013માં, કોગ્રેસે વકફ બોર્ડને કોર્ટ થી ઉપરનો દરજ્જો આપી દીધો ! વકફ બોર્ડ એક્ટ-2013 કલમ-40 મુજબ જે ઈચ્છે તે સંપત્તિ પોતાને હસ્તક કરી શકે છે.
[3] વકફ બોર્ડના કોઈપણ બે મૌલવીઓ જાહેર કરે કે આ સંપત્તિ ઉપર અમારા વકફ બોર્ડનો હક છે તો તે મંદિર, સરકારી કે પ્રાઈવેટ સંપત્તિ; ફક્ત ત્રણ દિવસમાં રાજ્ય સરકારે તેનો કબજો વકફ બોર્ડને સોંપી દેવો પડશે ! સંપત્તિ ધારક કોર્ટમાં નહીં જઈ શકે. વકફ બોર્ડ ટ્રીબ્યુનલમાં જવું પડશે. આ જોગવાઈને કારણે, દેશમાં રેલવે અને સંરક્ષણ મંત્રાલય બાદ, ત્રીજા નંબરનું સૌથી મોટું પ્રોપર્ટી ધરાવતું બોર્ડ બન્યું છે ! હિન્દુઓ લાચાર રીતે આ કાયદાને જોઈ રહ્યા છે.
[4] હાલના વડાપ્રધાન, આ કાયદો દૂર કરશે અને દેશનું ઝડપભેર ઇસ્લામીકરણ થતું અટકાવશે ! [5] કોંગ્રેસને સપોર્ટ કરવો એ હિન્દુઓ માટે ગૌમાંસ ખાવા બરાબર છે ! જાગો ! આજે જ જાગો !
થોડાં મુદ્દાઓ :[1] સ્વઘોષિત રાષ્ટ્રવાદી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠે, 12 સપ્ટેમ્બર 2021ના રોજ સુરત ખાતે આ જૂઠ ફેલાવ્યું હતું. વકફ બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે છે. સત્તાપક્ષની સરકાર રાજ્ય અને કેન્દ્રમાં છે. IT Cellના મેસેજ મુજબ જો વકફ બોર્ડ અતિ ખતરનાક હોય તો તેને શા માટે બંધ કરવામાં આવતું નથી? Statue of Unity કે મોટેરાનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ વકફ બોર્ડ લઈ શકે તેવી કાયદામાં કોઈ જોગવાઈ છે ખરી? આવી જોગવાઈ હોય તો ગોદી મીડિયા ચૂપ રહે ખરું? વક્ફ બોર્ડ ઈસ્લામ ધર્મના અનુયાયીઓની એ સંપત્તિ ઉપર દાવો કરી શકે, જેને ધાર્મિક કામ માટે દાનમાં આપેલ હોય ! કોઈ ટ્રસ્ટ/સંસ્થા તેનો ઉપયોગ સામાજિક/ધાર્મિક કામમાં ન કરે તો બોર્ડ તેવી સંપત્તિ અંગે કાર્યવાહી કરી શકે. બિન મુસ્લિમની સંપત્તિ કે કોઈ મુસ્લિમની ખાનગી સંપત્તિ ઉપર દાવો કરવાનો વક્ફ બોર્ડને કોઈ અધિકાર નથી.
[2] કોંગ્રેસે, હિંદુ ધર્મની કબર ખોદી નાખી, એમ કઈ રીતે કહી શકાય? સત્તા મેળવવા માટે એક કાલ્પનિક દુશ્મન ઊભો કરી તેનું ચિરહરણ કરવાથી લોકોને તાળીઓ પાડતા કરી શકાય છે !
[3] વકફ બોર્ડના કોઈપણ બે મૌલવીઓ દેશની કોઈ પણ સંપત્તિ કબજે કરી શકે? શું વક્ફ પોપર્ટી એક્ટ-2013માં આવી કોઈ જોગવાઈ છે? વક્ફ બોર્ડ એક્ટ-1995 કલમ-40 હેઠળ દેશની કોઈ પણ સંપત્તિ કબજે કરી શકે,તેવી કોઈ જોગવાઈ નથી ! જો આવી જોગવાઈ હોય તો વક્ફ બોર્ડ બાબરી મસ્જિદ વાળી જગ્યા લઈ ને, 2013માં વકફ બોર્ડ એક્ટમાં સુધારા થયા, પરંતુ કલમ-40માં કોઈ સુધારો થયો ન હતો.
[4] વડાપ્રધાન ત્રણ કૃષિ કાયદા જે ઉત્સાહથી બનાવ્યા હતા, તેટલા ઉત્સાહથી વક્ફ બોર્ડનો કાયદો દૂર ન કરી શકે? કોઈ પણ બાબતમાં મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવવા જૂઠનો સહારો લેવાનો? દેશનું ઝડપભેર ઇસ્લામીકરણ થઈ રહ્યું છે, એમ કહીને વાસ્તવિક સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા જૂઠનો સહારો લેવાનો?
[5] કોંગ્રેસને સપોર્ટ કરવો એ હિન્દુઓ માટે ગૌમાંસ ખાવા બરાબર છે; આવું ક્યા આધારે કહી શકાય? સત્તાપક્ષ બહુમતી હિન્દુઓના મનમાં નફરત રોપીને, તેમના મતો લણી શકે તે માટે ખાસ નેરેટિવ ઊભો કરવા જ આવું જૂઠ ફેલાવે છે !
સત્તાપક્ષના IT Cellનો મેસેજ હોય એટલે ઠાંસીઠાંસીને જૂઠ/નફરત હોય જ ! આવા જૂઠને બહુમતી હિન્દુઓ સાચું માને છે; એટલે તેમને મોંઘવારી/બેરોજગારી નડતી નથી; નોટબંધી/લોકડાઉનનો વસવસો નથી; ગંગામાં તરતી લાશો પીડા આપતી નથી; ડોલરના મુકાબલે રુપિયાની કિંમત ઓછી થાય કે ડીઝલ-પેટ્રોલના ભાવ લિટરના 500 થાય તો વાંધો નથી, તેમ કહેનારા ભક્તોની સંખ્યા કરોડોમાં છે ! બહુમતી હિન્દુઓમાં મનમાં નફરત/જૂઠ રોપવાનું કારણ શું છે? નફરત/જૂઠની જાદૂઈ અસરને કારણે મતોનો ઢગલો થઈ જાય છે ! ચૂંટણીમાં વિજય મળી જાય એટલે બધાં પાપ ધોવાઈ જાય છે ! 2002ની હિંસાના/નકલી એન્કાઉન્ટરના/તડિપારના પાપો તો ધોવાઈ જ ગયા; સાથે દેવદૂત/દિવ્ય અવતાર પણ બની ગયા.