ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવાને કારણે બુટલેગરો અલગ અલગ કીમિયા અપનાવી દારૂ(alcohol) ઘુસાડતા હોય છે. ત્યારે હાલ તો જૂનાગઢ(Junagadh) જિલ્લામાં આર્યુર્વેદિક દવા (Ayurvedic medicine)ના અને કોલ્ડ્રીંકસ (Coldrinks)ના નામે દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. પરંતુ જૂનાગઢ પોલીસ દ્વારા આનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દારૂના ધંધાર્થીઓએ હવે આયુર્વેદિક પીણાના નામે ખુલ્લેઆમ દારૂ વેચવાનો નવો તરકીબ શરૂ કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ પોલીસ આગળ બુટલેગરોની દરેક તરકીબ નિષ્ફળ નીવડતી હોય છે.
View this post on Instagram
પોલીસે દરોડા પાડી મોટી માત્રામાં જથ્થો ઝડપ્યો:
માહિતી મળી આવી છે કે, આયુર્વેદિક દવા અને કોલ્ડ્રીંક્સના નામે જૂનાગઢ જિલ્લામાં બેફામ અને ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હતો. જે અંગેની ફરિયાદો ઉઠતા જિલ્લાની અલગ-અલગ જગ્યાએ આયુર્વેદિક દવા અને કોલ્ડ્રીંક્સના નામે ચાલતા દારૂના ધંધા પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જયારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. તેમજ પોલીસ દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
કોલ્ડ્રીંક્સમાં આલ્કોહોલનું પ્રમાણ 22 % જેટલું મળી આવ્યું:
ત્યારબાદ આ પીણું આયુર્વેદિક છે કે નહીં, તે અંગે આયુર્વેદિક દવા અને પીણાના સેમ્પલ એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યા હતા. એફ.એસ.એલ દ્વારા આ આયુર્વેદિક પીણા અને કોલ્ડ્રીંક્સમાં આલ્કોહોલનું પ્રમાણ 22 % જેટલું મળી આવ્યું હતું. જે વિદેશી દારૂની બોટલોમાં મળતા ઓલ્કોહોલ કરતા વધારે હતું.
જેના કારણે માળિયાના એક શખ્સ વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે. હજુ પણ અલગ-અલગ જગ્યાએથી પકડાયેલા આયુર્વેદિક કોલ્ડ્રીંક્સના અલગ-અલગ બ્રાન્ડની બોટલોનો એફએસએલ રિપોર્ટ આવવાનો બાકી છે, તેના રિપોર્ટ આવ્યા બાદ વધુ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે. તેમજ આયુર્વેદિક દવા અને કોલ્ડ્રીંક્સના નામે આલ્કોહોલ વેચવાવાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ પોલીસ વિભાગે તૈયારી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.