એક નાનકડી ભૂલના કારણે આ દીકરીને આખી જિંદગી હેરાન થવું પડશે, જાણો એવું તો શું થયું?

ઘણીવાર ભગવાનની રચના જોઇને આપણને અજીબોગરીબ લાગતું હોય છે. આવી જ એક ચોંકાવનાર જાણકારી સામે આવી છે. આપણું શરીર ખુબ નાજુક હોય છે તેમજ ભગવાને…

ઘણીવાર ભગવાનની રચના જોઇને આપણને અજીબોગરીબ લાગતું હોય છે. આવી જ એક ચોંકાવનાર જાણકારી સામે આવી છે. આપણું શરીર ખુબ નાજુક હોય છે તેમજ ભગવાને આપણા શરીરને ખુબ સમજી વિચારીને બનાવ્યું છે. જો શરીરના કોઈપણ ભાગમાં થોડીક પણ સમસ્યા દુર થઈ જાય છે કે પછી કોઈ સમસ્યા થવા લાગે છે તો તે સમયે આપણે તાત્કાલિક જ સમય વેડફ્યા વગર શરીરના જે-તે ભાગની સારવાર કરાવી લઈએ છીએ.

ત્યારપછી આપણે સ્વસ્થ થઈ જઈએ છીએ. આપ વિચારો કે, કોઈપણ વ્યક્તિની ગરદન એક બાજુ નમી જાય તથા આવી સ્થિતિમાં સંપૂર્ણ જીવન પસાર કરવાંનું હોય તો તે વ્યક્તિની હાલત કેવી થઈ જશે? આ લેખમાં આજે અમે આપને એક નાની એવી છોકરી અંગે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જેની ગરદન 90 ડીગ્રી જેટલી વળી ગઈ છે.

આ નાનકડી છોકરીની ગરદન આમ જ રહેશે. તમે આ છોકરીને જોઈ દંગ રહી જશો. આ છોકરીનું નામ અફસિન કુંબર હોવાનું જાણવા મળ્યું છે તેમજ તે હવે સીધી થઈ શકશે નહી. આટલું જ નહી પણ અફસિન કુંબર અન્ય બાળકોની જેમ સમાન્ય રીતે રમતો પણ રમી શકવા માટે સક્ષમ છે.

અફસિન કુંબર હાલમાં એક એવી બીમારી સામે લડી રહી છે કે, જેને કારણે અફસિનની ગરદન 90 ડીગ્રી સુધી એક તરફ વળી ગઈ છે. ફક્ત 9 વર્ષીય અફસિન કુંબરને આજદિન સુધી આ રોગ મટી શક્યો નથી. એની ગરદન એવી રીતે વળી ગઈ છે કે, તે સીધું જોઈ શકવા માટે પણ સક્ષમ નથી.

જેને કારણે લોકો અફસિનની મજાક ઉડાવતા રહેતાં હોય છે. આની સાથે જ નાના બાળકો પણ અફસિનને ચીડાવતા હોય છે. અફસિન કુંબરને 3 ભાઈ-બહેન પણ છે કે, જેઓ સંપૂર્ણ રીતે સામાન્ય તથા સ્વસ્થ છે. તેના માતા- પિતાની આર્થિક સ્થિતિ નાજુક હોવાને કારણે તેઓ અફસિનની સારવાર કરાવી શકે એટલા સક્ષમ નથી.

જો કે, અફસિનના માતા- પિતાએ કેટલાંક ડોક્ટરને બતાવ્યું પરંતુ કોઈપણ ડોક્ટર અફસિનની સારવાર કરી શક્યું નથી. કોઈપણ ડોક્ટર અફસિનની મુશ્કેલીને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે જાણી શક્યા નથી તેમજ અફસિનના માતા- પિતા પણ મોટી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે એટલા સક્ષમ નથી.

અફસિનને ગળામાં એટલી પીડા થાય છે કે, અફસિન અભ્યાસ કરવાં માટે પણ નથી જઈ શકતી. આની ઉપરાંત અફસિનને ભોજન કરવા માટે તેમજ શૌચાલયમાં જવા માટે પણ અન્ય વ્યક્તિની મદદ લેવી પડતી હોય છે. અફસિન કુંબરના માતા- પિતાનું માનવું છે કે, અફસિન પ્રત્યે નાનપણમાં થયેલ નાનકડી ભૂલનું ખુબ ગંભીર પરિણામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *