ઈરાને કરેલા મિસાઇલ હુમલામાં 80 અમેરિકનોનાં મોત, જુઓ દિલ દહેલાવનાર વિડીયો

ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાં પર થયેલા હુમલામાં 80 લોકોના મોત નિપજ્યા છે, જેમાં 20 અમેરિકી સૈનિક પણ સામલે છે. આ પ્રકારનો દાવો ઈરાનના મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે. ઈરાનના સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ બુધવારે વ્હેલી સવારે ઈરાને ઈરાક સ્થિત અમેરિકાના સૈન્ય ઠેકાણાંઓ પર લગભગ એક ડઝન જેટલી બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્ય હતો. હાલ તો પેન્ટાગોન આ હુમલાથી અમેરિકાને કેટલું નુકસાન થયું છે તેનું આંકલન કરી રહ્યાં છે. આ વચ્ચે ઈરાનના મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાનના મિસાઈલ એટકેમાં 80 લોકોના મોત નિપજ્યા છે.

કેવી રીતે કરવામાં આવ્યો હુમલો ?

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. આજે સવારે ઈરાને ઈરાક સ્થિત અમેરિકી સૈનિકોની ટુકડીઓ પર એક ડઝનથી વધુ મિસાઈલ છોડી હુમલો કર્યો છે. ઈરાકના અબરિલ અને અલ અસદ સૈન્ય બેઝ પર ઈરાને બેલેસ્ટિક મિસાઈલ છોડી હુમલો કર્યો છે. જમીનથી જમીન પર હુમલો કરનારી મિસાઈલ ઈરાનના દ્વારા છોડવામાં આવી છે.

હુમલો કર્યા બાદ ઈરાને અમેરિકા અને અમેરિકી સૈનિકને જવાબી કાર્યવાહી ન કરવાની પણ ચેતવણી આપી છે. અમેરિકાએ પોતે પણ ઈરાન દ્વારા મિસાઈલ છોડી સૈનિક ટ્રેનિંગ બેઝ પર હુમલો થયા હોવાની પુષ્ટી કરવામાં આવી છે. ઈરાન તરફથી થયેલાં હુમલામાં કેટલાં અમેરિકી સૈનિકો ઘાયલ થયા છે, તેની કોઈ જાણકારી મળી નથી.


કાસીમના મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હુમલો

અમેરિકા પર થયેલા હુમલા બાદ ઈરાને એક ટીવી ચેનલમાં જણાવ્યું કે આ હુમલો જનરલ કાસિમ સુલેમાનીની મોતનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. ઈરાનના હુમલા બાદ ઈઝરાયલ અને સાઉદી આરબમાં એલર્ટ છે. ઈરાને ઈઝરાયેલના હાઈફા અને સાઉદી આરબ પર પણ હુમલાની ચેતવણી આપી છે. અમેરિકાને આશંકા છે કે ઈરાન સમર્થતિ વિદ્રોહી સંગઠનો અમેરિકાના એરપોર્ટને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. થોડાં દિવસ પહેલાં અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી જાહેર કરતા કહ્યું હતું કે વિદ્રોહીઓની પાસે વિમાનને તોડી પાડવાની મિસાઈલ છે.

જો કે અમેરિકાનું કહેવું છે કે મિસાઇલ હુમલા બાદ બધું બરાબર છે. ખુદ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે ,’ઓલ ઇઝ વેલ! ઇરાકમાં અમેરિકાના બે સૈન્ય અડ્ડા પર ઇરાનની તરફથી મિસાઇલો છોડાઇ. જાન-માલના નુકસાનની આકરણી કરી રહ્યા છે. અત્યાર સુધી બધું બરાબર છે. તેમણે આગળ કહ્યું કે આપણી પાસે દુનિયાની સૌથી તાકાતવાર અને સુસજ્જીત સેના છે. હું આવતી કાલે સવારે નિવેદન આપીશ.’

ભારત સહિતના દેશો સતર્ક

ઈરાન દ્વારા અમેરિકાના સૈન્ય ઠેકાણાં પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ તણાવની સ્થિતિને જોતા અમેરિકા, મલેશિયા, સિંગાપુર અને ચીન પછી ભારત સતર્ક થઈ ગયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન કંપનીઓ માટે એડવાઈઝરી જાહેર કરતાં ઈરાન-ઈરાક અને ખાડી દેશોના વાયુક્ષેત્રનો ઉપયોગ ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઈરાકમાં હાલની સ્થિતિને જોતા ભારતીય નાગરિકો સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી અધિસૂચના જાહેર ન થાય ત્યાં સુધી ઈરાકની કોઈ પણ બિનજરૂરી યાત્રાને ટાળવામાં આવે.

અમેરિકાએ ઈરાન-ઈરાક તરફની પેસેન્જર ફ્લાઈટ રદ કરી

ઈરાન દ્વારા અમેરિકાના સૈન્ય ઠેકાણાં પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ તણાવની સ્થિતિને જોતા અમેરિકા, મલેશિયા, સિંગાપુર અને ચીન પછી ભારત સતર્ક થઈ ગયું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિમાન કંપનીઓ માટે એડવાઈઝરી જાહેર કરતાં ઈરાન-ઈરાક અને ખાડી દેશોના વાયુક્ષેત્રનો ઉપયોગ ટાળવાની સલાહ આપી છે. તો અમેરિકાએ પણ પોતાને ત્યાં રજીસ્ટર થયેલા વિમાનોને ઈરાક, ઈરાન અને ખાડી દેશો પરથી પસાર થવાને લઈને પ્રતિબંધ જાહેર કરી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલય પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે જો જરૂર ન હોય તો ઈરાક જવાનું ટાળવામાં આવે.

આ ઉપરાંત ઈરાકમાં રહેતા ભારતીય નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે બગદાદ સ્થિત આપણી એમ્બેસી અને વાણીજ્યા દૂતાવાસમાં રહેતાં ભારતીયોને તમામ સેવા પ્રદાન કરવા માટે સામાન્ય રૂપથી પોતાનું કામકાજ યથાવત રાખશે. તો અમેરિકાએ પણ પોતાને ત્યાં રજીસ્ટર થયેલા વિમાનોને ઈરાક, ઈરાન અને ખાડી દેશો પરથી પસાર થવાને લઈને પ્રતિબંધ જાહેર કરી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલય પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે જો જરૂર ન હોય તો ઈરાક જવાનું ટાળવામાં આવે.

અમેરિકાની આગળ કેટલું ટકી શકશે ઇરાન?

જો કે વાત એમ છે કે અમેરિકાએ રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર 3 જાન્યુઆરીના રોજ ઇરાકના બગદાદમાં ઇરાનના સૌથી મોટા તાકાતવાર શખ્સ જનરલ કાસિમ સુલેમાનીને ઠાર કરી દીધો. સુલેમાની ઇરાની રિવોલ્યુશનરી ગાર્ડના કુદસ ફોર્સના કમાન્ડર હતા. તેમની હેસિયતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ સીધા ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલ ખમોનીને રિપોર્ટ કરતા હતા. તેમની હત્યા બાદ ઇરાનમાં અમેરિકાના પ્રત્યે ભારોભાર રોષ છે અને ખામેની, રાષ્ટ્રપિત હસન રૂહાની સહિત તમામ મોટા નેતા અને જનરલ સુલેમાનીની જગ્યા લેવા જઇ રહેલા નવા જનલ ઇસ્માઇલ બાની તક એ અમેરિકા સામે બદલો લેવાની વાત કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *