સુસાઈડ નોટમાં પત્ની અને દીકરાનું નામ લખી પતિએ ગળાફાંસો ખાધો, નોટમાં લખ્યું હતું કે…

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને ઘર કંકાસને કારણે આપઘાત કરવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે.…

આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને ઘર કંકાસને કારણે આપઘાત કરવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, ચંદન ચોક મહોલ્લામાં પતિ પત્ની અને ત્રણ સંતાનો રહેતા હતા. જેમાં યુવકનું નામ શંકરલાલ(40) છે. તેમજ તેમના સંતાનમાં બે દીકરી અને એક દીકરા છે. જેમાં મોટી દીકરીની ઉંમર 17 વર્ષની દીકરીની ઉંમર 14 વર્ષની છે તેમજ નાનો દીકરો હતો અને દીકરાની ઉમર પણ 11 વર્ષ છે.

મળતી માહિતી અનુસાર, શંકરલાલ મિકેનિકનું કામ કરતા હતા અને તેઓ ખુબ જ સમૃદ્ધ હતા. તેમજ તેઓ ઘરની અંદર પણ ખૂબ જ ખુશી નો માહોલ ચાલી રહ્યો હતો. તેઓ પોતાના બાળકોને ખૂબ જ વાહલ કરી રહ્યા હતા. પરંતુ તેઓ પોતાની પત્નીથી ખૂબ જ કંટાળી ગયા હતા.

આ દરમિયાન એક દિવસ તેમની પત્ની અને ત્રણેય બાળકો પોતાના ઉપરના રૂમમાં સુતા હતા અને શંકરલાલ પોતાના કામ ધંધે ગયા હતા. ત્યારે તેઓ મોડી રાત્રીને આવતા સાથે જ પોતાના ઘરની અંદર મેન ગેટમાં તાળું તોડી નાખ્યું હતું.  ત્યારબાદ તેઓએ અંદરથી પોતાનો રૂમ પણ બંધ કરી દીધો હતો. આ પછી સવારનો સમય થતા પરિવારના લોકો જાગી ગયા હતા અને નીચે આવ્યા હતા. તેઓએ જોયું તો રૂમનો દરવાજો કોઈએ ખોલ્યો નહોતો.

જેને પગલે પત્ની અને બાળકોએ દરવાજો ઘણો બધો ખકડાવવ્યો, પરંતુ શંકરલાલે દરવાજો ખોલ્યો ન હતો. ત્યારે આજુબાજુવાળા લોકોને એકઠા કરી દરવાજો તોડ્યો હતો. તેમજ આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે દરવાજો તોડ્યા બાદ જોયું તો, પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા. શંકરલાલ લટકી રહ્યા હતા અને તેઓએ આપઘાત કરી લીધો હતો.

ત્યારે આ અંગે પોલીસે તપાસ હાથ ધરતા તેમની પાસેથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં શંકરલાલે લખ્યું હતું કે હું મારી પત્ની અને બાળકોને કારણે આ પ્રકારનો પગલું ભરું છું અને મારો જીવ ટૂંકાવી જોઈ રહ્યો છું. મારા મૃત્યુ પછી મારી દરેક સંપત્તિ આ ચારમાંથી એક પણ લોકોનો હક નથી અને મારી બધી સંપત્તિ મારી બહેન અને તેમની ભત્રીજીને આપવાનું કહી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *