Narendra Modi Biopic: ‘બાહુબલી’ રિલીઝ થયા બાદ સાઉથ એક્ટર સત્યરાજનું નામ દરેકના હોઠ પર હતું. ફિલ્મ જોનાર દરેક વ્યક્તિના હોઠ પર એક જ પ્રશ્ન હતો, ‘કટપ્પાએ બાહુબલીને(Narendra Modi Biopic) કેમ માર્યો?’ સત્યરાજ, જેઓ આજે પણ દેશભરમાં તેમની પ્રતિકાત્મક ભૂમિકા માટે જાણીતા છે, તેઓ હાલ ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પરથી જાણવા મળ્યું છે કે એક્ટર સત્યરાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બાયોપિક બનવાશે, અને આ ફિલ્મમાં સત્યરાજ પીએમની ભૂમિકા નિભાવશે. હવે સત્યરાજે એક ઈન્ટરવ્યુમાં આપ્યું છે અને આ સમાચાર વિશે વાત કરી છે. એક તમિલ વેબસાઈટ સાથે વાત કરતા તેમણે પીએમ મોદીની ભૂમિકા ભજવવાની વાત પર ખુલાસો કર્યો છે.
શું સત્યરાજ વડા પ્રધાનની ભૂમિકા ભજવશે?
ઈન્ટરવ્યુમાં સત્યરાજે કહ્યું કે તેઓ પોતે પણ આ સમાચારથી આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમણે કહ્યું, ‘ હું વડાપ્રધાન મોદીની બાયોપિકમાં એક્ટિંગ કરી રહ્યો છું, મારા માટે પણ સમાચાર જ છે. કોઈએ પણ પીએમ મોદીની ભૂમિકા માટે માંરો સંપર્ક કર્યો નથી. લોકો સોશિયલ મીડિયા પર કોઈ પણ સમાચાર ચલાવી દે છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા અફવાનો ગઢ બની ગયું છે.
અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવતા સત્યરાજે કહ્યું, ‘અગાઉના અખબારોમાં આવા ન્યુઝ આવતા – ‘યુવતીની હત્યા… શું આની પાછળ કોઈ ગેરકાયદેસર સંબંધ છે?’ તેવી જ રીતે, હવે સોશિયલ મીડિયા પણ પાયાવિહોણી અફવાઓનું સ્થાન બની ગયું છે.
સાઉથ ઈન્ડસ્ટ્રીના સમાચારો પર નજર રાખનારા રમેશ બાલાએ પોતાના એક્સ એકાઉન્ટ પર માહિતી આપી હતી કે સત્યરાજ પીએમ મોદીની બાયોપિકમાં કામ કરશે. જો કે, તેણે બાયોપિકને લગતી અન્ય કોઈ માહિતી શેર કરી ન હતી અને કહ્યું હતું કે ફિલ્મ સંબંધિત વધુ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે. સત્યરાજે આ સમાચારને અફવા ગણાવી દીધી છે, પરંતુ આ ટ્વીટ રમેશ બાલાના ટ્વિટર ટાઈમલાઈન પર હજુ પણ છે.
Veteran Actor #Sathyaraj to act as #NarendraModi in Honourable PM #NarendraModi Biopic#NarendraModiBiopic
Further Details to be revealed soon…@Sibi_Sathyaraj #DivyaSathyaraj@onlynikil pic.twitter.com/uHSn3NRYXu
— Ramesh Bala (@rameshlaus) May 18, 2024
સત્યરાજ એક પેરિયારી વિચારધારામાં માને છે, અને તેમણે ઘણી વખત દાવો કર્યો છે કે તે પેરિયાર વિરોધી વિચારધારા ધરાવતી કોઈપણ ફિલ્મમાં કામ કરશે નહીં. રાજકીય રીતે, પેરિયારિઝમની વિચારધારા અને પીએમ મોદીની પાર્ટી બીજેપી સંપૂર્ણપણે વિરોધી દેખાય છે. તેથી જ જનતાને એટલો આઘાત લાગ્યો કે સત્યરાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવવા કેવી રીતે સંમત થયા!
સત્યરાજની વાત કરીએ તો તે તેમની આગામી ફિલ્મ ‘વેપન’ની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેઓ એક સુપરહ્યુમનનો રોલ કરી રહ્યો છે. સત્યરાજની સાથે રાજીવ મેનન અને વસંત રવિ અભિનીત આ ફિલ્મના ટ્રેલરે લોકોને ખૂબ જ ઉત્સાહિત કરી દીધા હતા. ‘વેપન’ 23 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App