દુનિયાભરમાં કહેર વસાવનાર કોરોનાવાયરસ ની શરૂઆત ચીનમાંથી થતી.એવામાં મોટાભાગના દેશો ચીન પર જ આંગળી ઉઠાવી રહ્યા છે. પરંતુ ચીન આ વાઇરસને ફેલાવવામાં પોતાની ભૂમિકાને નકારી રહ્યું છે. ત્યાં હવે આ બીમારીથી જોડાયેલા એક શોધ કર્તા ની હત્યા બાદ ફરીથી સવાલ ઉઠવા લાગ્યા છે.
દાવા અનુસાર પીટર્સબર્ગ મેડિકલ સેન્ટરમાં કામ કરનાર બિંગ એ ખૂબ મોટી શોધ કરી હતી. બિંગ તેને જાહેર કરવાના હતા કે તેના પહેલા તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી. એવામાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું તેઓ કંઈક એવું જણાવવાના હતા જે ચીન સરકાર બહાર આવવા દેવા માંગતી નહોતી?
બિંગ પર હુમલો કરનાર વ્યક્તિએ બાદમાં પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. જણાવી દઈએ કે ૩૭ વર્ષીય બિંગ એકલા જ રહેતા હતા અને તેના વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ઘૂસી એક પુરુષે ગોળી મારી દીધી.
સીએનએનના રિપોર્ટ અનુસાર બિંગ ના માથા,ડોક અને શરીરના અન્ય ભાગોમાં ગોળીઓ લાગેલી હતી જેનાથી તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. રિપોર્ટ અનુસાર જે સમયે હુમલો કરનાર ઘરે આવ્યો હતો એ સમયે ડોક્ટરની પત્ની ઘરે ન હતી.
યુનિવર્સિટી ઓફ પિટસબર્ગ મેડિકલ સેન્ટરમાં રિસર્ચ કરી રહેલા લોકો એ મોત પર દુખ વ્યક્ત કર્યું છે કહ્યું છે કે તેઓ કોરોનાવાયરસ ને લઈને મોટી શોધના નજીક પહોંચી ગયા હતા અને ટૂંક સમયમાં તેનો ઈલાજ શોધનાર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news