અમિત શાહ એક્શન મોડ પર: ગૃહમંત્રાલય માંથી કામમાં ઢીલા અધિકારીઓને કરશે ઘર ભેગા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં અમિત શાહ નું ઓપરેશન ક્લીન શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા નીચલા સ્તરના બાબુ નું કામકાજ જોવામાં આવી રહ્યું છે. આના માટે…

કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં અમિત શાહ નું ઓપરેશન ક્લીન શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા નીચલા સ્તરના બાબુ નું કામકાજ જોવામાં આવી રહ્યું છે. આના માટે મંત્રાલય યુએસ વિજિલન્સ એટલે કે અંડર સેક્રેટરી વિજિલન્સ એ 3ક ફોર્મ્યુલા તૈયાર કર્યો છે .3ક એટલે કે કામકાજ, કેરેક્ટર, કરપ્શન ના આધારે નક્કી થશે કે કર્મચારી મંત્રાલયમાં રહેશે કે બહાર જશે. ખાસ વાત તો એ છે કે જો કોઈ કર્મચારી 3ક ફોર્મ્યુલામાં સમાવિષ્ટ ત્રણ વાતોમાંથી જો એક પણ વાતમાં રડારમાં આવશે તો તેમણે મંત્રાલય છોડવું પડશે.

જણાવીયે કે, ગૃહમંત્રાલય વિભાગોમાંથી છે જ્યાં લાંબા સમય સુધી કર્મચારીઓ એક જ સીટ ઉપર જળવાઈ રહે છે. એવું નથી તેઓ પોતાના કામકાજ અને વરિષ્ઠ પોતાના બળ ઉપર મંત્રાલયમાં ટકેલા છે એનો મતલબ એમ છે કે ઘણા મોટા અધિકારીઓના સંપર્ક થી તેઓને અહીંયા કામ મળે છે.

ઘણા બાબુઓએ એવા છે કે જેવો દિવસમાં માત્ર ત્રણ ચાર ફાઇલોનું કામ પણ બરાબર રીતે નથી કરી શકતા, પરંતુ આ લોકો દરેક સમયે ગૃહ મંત્રાલયના ચોગાનમાં ફરતા નજરમાં આવે છે. બીજી શાખાઓના બાબુ ની ઉપસ્થિત એમના થી વધારે જોવાય રહી છે. અમિત શાહ દ્વારા ગૃહમંત્રાલય નહીં કમાન સંભાળ્યા બાદ બે દિવસમાં આ ઓપરેશન ક્લીન ચાલુ થવાની ભનક લાગી તો તેઓનો પરસેવો છૂટી રહ્યો છે. યુએસ વિજિલન્સ દરેક કર્મચારીઓની સર્વિસ નો ઝીણવટભર્યો રિપોર્ટ તૈયાર કરી રહ્યો છે .

મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે 3ક નો ફોર્મ્યુલા ફક્ત અહીંયાની પોસ્ટિંગ તપાસ માટે નથી. પરંતુ આમાં કર્મચારીઓનો પાછળનો ઈતિહાસ પણ જોવામાં આવશે. જો કોઈ કર્મચારી મંત્રાલયમાં આવવાથી પહેલા કોઈ બીજી જગ્યાએ 3ક મા ફસાયેલો હશે તો પણ તેને બહાર જવું પડશે.આ વખતે અહિયાં કેરેક્ટર એટલે કે ચરિત્રને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

મંત્રાલયમાં મહિલા કર્મીઓની તરફ એક નજરે જોવું અને યૌન ઉત્પીડનના પ્રસંગો જો કોઈ કર્મચારી ના વિરોધમાં આવો આરોપ છે તેની તપાસ નવેસરથી શરૂ થશે. આવી જ રીતે ભ્રષ્ટાચાર ઉપર પણ કડક પગલા લેવાની તૈયારી કરાઈ રહી છે.

લાલચમાં ફાઈલો આમતેમ કરવી અથવા તેમનો ફોટો લઇ ગમે ત્યાં મોકલનારા ઓ પણ બહાર જવાની તૈયારી કરી લે.
સુત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલયની ઘણી બ્રાંચમાં એવા કર્મચારીઓ છે કે જેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ ફાઈલોને આમથી તેમ કરવામાં માસ્ટર છે. કેટલાક કર્મચારી ફાઇલનું ફોટો પાડી તેમને whatsapp ઉપર મોકલી દે છે. યુએસ વીજીલન્સ આવા કર્મચારીઓનું તપાસ કરી રહી છે. આના માટે મંત્રાલયના સીસીટીવી પણ તપાસવામાં આવશે કયા કયા બાબુઓ ઓફિસમાં ન બેસી અને ચોગાનમાં ફરતા રહે છે તેમનો પણ અલગ રેકોર્ડ તૈયાર કરવામાં આવશે.
ત્રીજા નંબર ઉપર બાબુઓ નું કામકાજ તપાસવામાં આવશે. આ રિપોર્ટ ઉપરાંત જો કોઈ કર્મચારી જે બ્રાંચમાં મોજૂદ છે તેમના હેડ પાસેથી પણ એક અલગ રિપોર્ટ માગવામાં આવશે. જો કોઈ બાબુની આ રિપોર્ટમાં થોડીક પણ નકારાત્મકતા આવશે તો સમજી લેવાનું કે તે કર્મચારી ગૃહમંત્રાલય માંથી બહાર નીકળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *