Shubman Gill પર ગુસ્સે થયો ઇશાન કિશન- કહી દીધું ના કહેવાનું… જુઓ વિડીયો

ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં રેકોર્ડબ્રેક જીત મેળવી ચાહકોને ફૂલ મોજ કરાવી દીધી હતી. ટીમે ન્યૂઝીલેન્ડને 168 રને…

ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં રેકોર્ડબ્રેક જીત મેળવી ચાહકોને ફૂલ મોજ કરાવી દીધી હતી. ટીમે ન્યૂઝીલેન્ડને 168 રને હારવી દીધું હતું. દરેક જાણે છે કે, આ આખી મેચનો હીરો શુભમન ગિલ (Shubman Gill) છે. ગિલે તેની T20 ઈન્ટરનેશનલ કરિયરની પહેલી સેન્ચુરી મારી હતી. Shubman Gill અત્યારે ફૂલ જોશમાં છે. ટીમ ઇન્ડિયાની આ જીતે દેશના સેકંડો ચાહકોના દિલ જીત્યા હતા. પરંતુ ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડની બહાર પણ દર્શોકોનું મોનરંજન કરાવ્યું હતું. યુવા ખેલાડી અને ઇન્ફોર્મ શુભમન ગિલ, ઈશાન કિશન અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે રિયાલિટી શો ‘રોડિઝ’ ના એક સીન પર પરફોર્મ કર્યું હતું.

આ વીડિયો Shubman Gill એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો. જેમાં આ ત્રણેય પ્લેયર્સ રિયાલિટી શો ‘MTV રોડિઝ’નો એક પોપ્યુલર સીનને કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

વીડિયોમાં શું હતું?
આ વીડિયોમાં Shubman Gill કન્ટેસ્ટન્ટ બન્યો છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલ અને ઈશાન કિશન જજ બન્યો હતો. ત્યારે યુઝવેન્દ્ર ચહલ ગિલને કંઈક પૂછે છે ત્યારે, કિશન ગુસ્સે થઇ જાય છે અને હાથમાં રહેલો રૂમાલ નીચે ફગાવી દે છે. અને ત્યારપછી ગિલ કહે છે કે, ‘આઈ હેવ ધેટ પેશન’. ત્યારબાદ ઈશાન કિશન ગોરિલાની જેમ જ કૂદકા મારતા-મારતા શુભમન ગિલ પર તૂટી પડે છે.

 

View this post on Instagram

 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકોનું અલગ-અલગ રિએક્શન જોવા મળી રહ્યું છે. અમુક લોકોએ Shubman Gill ની પોસ્ટ પર મસ્તીમાં લખ્યું છે કે,’પ્લેયર જ્યારે જોશમાં હોય, તો આ મસ્તી પણ ચલાવી લેવામાં આવે’. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *