રન મશીન કોહલીનો IPLમાં ‘વિરાટ’ રેકોર્ડ, આવું કરનારો પહેલો બેટ્સમેન બન્યો

Virat Kohli Latest News: રન મશીન વિરાટ કોહલી (Virat Kohli)એ T20 ક્રિકેટમાં વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ઓપનર કોહલીએ IPL…

Virat Kohli Latest News: રન મશીન વિરાટ કોહલી (Virat Kohli)એ T20 ક્રિકેટમાં વધુ એક નવો ઈતિહાસ રચ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ઓપનર કોહલીએ IPL ટૂર્નામેન્ટમાં પોતાના સાત હજાર રન પૂરા કરી લીધા છે. કિંગ કોહલી (King Kohli) IPL ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ:

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે રમાઈ રહેલી IPL 2023ની 50મી મેચમાં વિરાટે આ કારનામું કર્યું હતું. તેણે પોતાની ઇનિંગ્સમાં 12 રન બનાવતાની સાથે જ આ સિદ્ધિ મેળવી હતી. કોહલી IPLમાં સાત હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

IPLમાં કોહલીની 5 સદી અને 49 અડધી સદી:

કોહલીએ 233મી મેચની 225મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે IPLમાં અત્યાર સુધીમાં પાંચ સદી અને 49 અડધી સદી ફટકારી છે.

કોહલી આ સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં છે. તેણે આ સિઝનમાં 45.50ની એવરેજ અને 137.88ના સ્ટ્રાઈક રેટથી 364 રન બનાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રન ફટકારવામાં વિરાટ કોહલી ફાફ ડુપ્લેસીસ પછી બીજા ક્રમે છે.

IPLમાં સૌથી વધુ રન બનાવનાર:

IPLમાં સૌથી વધુ રન બનાવનારમાં વિરાટ કોહલી 7000 રન સાથે, શિખર ધવન 6536 રન સાથે, ડેવિડ વોર્નર 6189 રન સાથે, રોહિત શર્મા 6063 રન સાથે અને સુરેશ રૈના 5528 રન સાથે શામેલ છે.

IPLમાં દર હજાર રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન:

IPLમાં દર હજાર રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેનમાં 1000 રન સાથે ગિલક્રિસ્ટ, 2000 રન સાથે રૈના, 3000 રન સાથે રૈના, 4000 રન સાથે કોહલી, 5000 રન સાથે રૈના, 6000 રન સાથે કોહલી, 7000 રન સાથે કોહલી* સૌથી ઝડપી બેટ્સમેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *