IND vs SRI: ભારતના આ દિગ્ગજ ક્રિકેટરને ગોળીની સ્પીડે માથામાં બોલ વાગતા, હોસ્પિટલમાં દાખલ કરાયો

રમત-ગમત(Sport): ઇશાન કિશન(Ishan Kishan) શ્રીલંકા(Sri Lanka) સામે ધર્મશાલા(Dharamshala)માં રમાયેલી બીજી T20 મેચમાં ફ્લોપ રહ્યો હતો. આ મેચમાં લાહિરુ કુમાર(Lahiru Kumar)નો ધારદાર બાઉન્સર બોલ તેના માથા પર પણ વાગ્યો હતો, જેના કારણે બધા ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. જો કે તેણે ધારદાર બાઉન્સર વાગ્યા બાદ પણ બેટિંગ કરી હતી, પરંતુ ખરાબ શોટ રમીને તેની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ઈશાન કિશનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

એક અહેવાલ મુજબ, ઈશાનને માથામાં દડો વાગતાં કાંગડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સ્કેન થયા બાદ હવે તેને સાવચેતીના ભાગરૂપે સામાન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં 3.2 ઓવરમાં લાહિરુએ 146 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપી બાઉન્સર ફેંક્યો હતો. જે ઈશાનના માથામાં વાગ્યો હતો. બોલ વાગ્યા બાદ તેણે હેલ્મેટ ઉતારી અને ત્યાં જ નીચે બેસી ગયો હતો.

બોલ વાગવા છતાં શરુ રાખી બેટિંગ:
ફિઝિયોએ તેની ફિલ્ડ પર તપાસ કરી અને તે પછી ઈશાન બેટિંગ માટે તૈયાર થઈ ગયો. જો કે, તે તેની ઈનિંગ્સને વધુ આગળ વધારી શક્યો ન હતો અને છઠ્ઠી ઓવરના પહેલા જ બોલ પર લાહિરુએ તેને આઉટ કર્યો હતો. તેણે 15 બોલમાં 16 રન બનાવ્યા હતા.

શનાકાએ લાહિરુની બોલ પર મિડ-ઓન પર એક સરળ કેચ પકડી લીધો હતો. બીજી T20 મેચમાં ભારતનો 7 વિકેટે વિજય થયો હતો. શ્રીલંકાએ ભારતને 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને રોહિત શર્માની ટીમે 17 બોલમાં 3 વિકેટના નુકસાન પર 186 રન બનાવીને હાંસલ કરી લીધો હતો. શ્રેયસ અય્યરે 44 બોલમાં 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ જીત સાથે ભારતે 3 મેચની શ્રેણી પણ જીતી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *