અંતરિક્ષની દુનિયામાં ખુબ ઝડપથી સફળતાના શિખરો ચઢી રહેલા ISRO માટે આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ બનવા રહ્યો છે. જેનું કાઉન્ટડાઉન પણ ચાલુ થઇ ચુક્યું છે. ISRO આજે ફરી એકવાર અંતરિક્ષમાં પોતાનો ઝંડો લહેરાવવા જઈ રહ્યું છે. આજે બપોરે 3 વાગ્યાને 2 મિનિટે ઇસરો એ PSLV-C49 યાનને 10 ઉપગ્રહો સાથે લોન્ચ કરવા જઈ રહ્યું છે.
આજે જે ઉપગ્રહોનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે, તેમાં ભારતનો એક ઉપગ્રહ અને 9 આંતરરાષ્ટ્રીય વિદેશી ઉપગ્રહનો સમાવેશ થયેલ છે. તેમાં ભારતનો EOS-01 નો સમાવેશ કરવામાં આવ્યો છે. ISRO એ લિથુઆનિયાના એક ટેક્નોલોજી ડેમસ્ટ્રેટર, લલ્સમબર્ગના ચાર મેરીટાઇમ એપ્લિકેશન સેટેલાઇટ અને અમેરિકાના ચાર લેમુર મલ્ટી મિશન રિમોટ સેંસિંગ સેટેલાઇટને લોન્ચ કરવા જઈ રહ્યું છે.
તમામ ઉપગ્રહોને લોન્ચ કરવાનું કાઉન્ટ ડાઉન શુક્રવારે બપોર 12 વાગ્યાથી જ ચાલુ થઈ ગયું છે. આ કાઉન્ટ ડાઉનના 26 કલાક બાદ એટલે કે શનિવારે બપોરે 3 વાગ્યાને 2 મિનિટ પર એકસાથે તમામ સેટેલાઇટને ‘શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર’થી લોન્ચ કરવામાં આવશે. આજે લોન્ચ થનાર ભારતીય સેટેલાઇટ એ દેશ માટે ખૂબ મહત્વની વાત છે.
ISRO ના વૈજ્ઞાનિક R.C. કપૂરે કહ્યું છે કે, EOS-01 અર્થ ‘ઓબ્ઝરવેશન રિસેટ સેટેલાઇટ’નું જ એક એડવાસ્ડ સીરીઝ છે. એમાં સિંથેટિક અપર્ચર રડાર લગાવવામાં આવ્યું છે. જે કોઇપણ સમય અને કોઇપણ ઋતુમાં પૃથ્વી પર નજર રાખી શકશે. આ સેટેલાઇટની સૌથી મોટી ખાસિયત એ છે, કે તેના લીધે સેટેલાઈટ પર વાદળો આવી જાય તો પણ સપ્સઠ પણે પૃથ્વી જોઇ શકાશે અને સ્પષ્ટ તસવીરો પણ લઇ શકાશે.
દેશની સુરક્ષા માટે આ સેટેલાઇટ ખૂબ અગત્યનું છે. તેનાથી દેશની સીમારેખાઓની દેખરેખ સરળ થશે. સાથે સાથે ખેતી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ એનો ઉપયોગ કરી શકાશે.આજ થનાર લોન્ચિંગ એ 2020 વર્ષની પહેલી લોન્ચિંગ થવા જઈ રહી છે. ત્યારબાદ બીજી લોન્ચિંગ એ આગામી ડિસેમ્બર મહિનામાં ઇસરો GSAT-12R કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
જેને PSLV-C50 રોકેટ દ્વારા લોન્ચ કરાશે. આજના આ લોન્ચિંગથી પણ ઘણા મિશનોને સફળ બનાવનારા વૈજ્ઞાનિકો પર આજે દેશને ખુબ ગર્વ થઇ રહ્યો છે. આ લોન્ચિંગ થી ISRO ના સફળતા દરમાં પણ ખુબ વધારો થવા જઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle