કાળજું કંપાવે તેવો અકસ્માત: ફોર્ચ્યુનર નહેરમાં ખાબકતા 5 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

પંજાબ(Punjab)માં મંગળવારે એટલે કે આજરોજ બે અકસ્માત(Accident)માં આઠ લોકોના મોત થયા છે. પ્રથમ અકસ્માતમાં મલોધ(Malodh)ના ઝમટ ગામમાં ફોર્ચ્યુનર(Fortuner) કાર મોડી રાત્રે કેનાલમાં પડતા 5 લોકોના…

પંજાબ(Punjab)માં મંગળવારે એટલે કે આજરોજ બે અકસ્માત(Accident)માં આઠ લોકોના મોત થયા છે. પ્રથમ અકસ્માતમાં મલોધ(Malodh)ના ઝમટ ગામમાં ફોર્ચ્યુનર(Fortuner) કાર મોડી રાત્રે કેનાલમાં પડતા 5 લોકોના મોત(5 deaths) થયા હતા. કારમાં કુલ 6 લોકો સવાર હતા જેમાંથી 5ના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

અકસ્માતમાં નાગલા રહેવાસી સંદીપસિંહનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં જિતેન્દ્ર સિંહ, જગતાર સિંહ બંને નાગલા નિવાસી જગ્ગા સિંહ નિવાસી ગોપાલપુર, કુલદીપ સિંહ રહેવાસી લહલ અને જગદીપ સિંહ રહેવાસી રૂરકાનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

જગદીપ 3 બહેનનો એકમાત્ર ભાઈ હતો:
સૂત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા જગદીપ સિંહની ઉંમર લગભગ 26 વર્ષની હતી. તે 3 બહેનોનો એક માત્ર ભાઈ હતો અને તમામ ટ્રાન્સપોર્ટર હતા અને ક્યાંકથી વાહનો જોઈને પરત ફરી રહ્યા હતા. અકસ્માતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. જગદીપની બહેનોની હાલત દરરોજ ખરાબ છે. લુધિયાણા સિવિલ હોસ્પિટલમાં પણ હોબાળો થયો હતો.

મદદ માટે કોઈ આગળ ન આવ્યું:
મૃતક જિતેન્દ્રના સંબંધીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતની માહિતી મળ્યા પછી લગભગ બે કલાક સુધી કોઈ પોલીસ કર્મચારી મદદ માટે આવ્યો ન હતો. કાર ચારે બાજુથી બંધ હતી, જેના કારણે પાંચેય જણ શ્વાસ રૂંધાઈ ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે કારમાં 6 લોકો સવાર હતા. જે વ્યક્તિ બચી ગઈ હતી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જીતેન્દ્ર 4 દિવસ પહેલા કેનેડાથી આવ્યો હતો:
લોકોએ જણાવ્યું કે જીતેન્દ્ર ઉર્ફે હેપ્પી 4 દિવસ પહેલા કેનેડાથી આવ્યો હતો. સોમવારે રાત્રે તે નજીકના ગામના કેટલાક યુવકો સાથે એક કાર્યક્રમમાંથી પરત આવી રહ્યો હતો. જીતેન્દ્ર કેનેડામાં ટ્રોલી ચલાવતો હતો અને તેમને બે બાળકો છે. હવે પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તે જ સમયે અબોહર-મલોટ રોડ પર મોદી પેટ્રોલ પંપ પાસે સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં માતા-પુત્ર સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *