ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)નું સંક્રમણ ધીમે ધીમે ઓછુ થઇ રહ્યું છે જેના પગલે રાજ્ય સરકારે(State Government) પણ થોડી ઘણી છૂટછાટ આપવા માટે તૈયારી દર્શાવી છે. રાત્રિ કર્ફ્યૂ(Night curfew)ની વાત હોય કે પછી તહેવારોમાં ઉજવણીની વાત હોય, દરેક મામલે લોકોને સરકાર દ્વારા નિયમોમાં થોડી રાહત મળી રહી છે. જેમ ગણેશ ચતુર્થીમાં સરકારે કોરોનાના નિયમોમાં છૂટછાટ આપી હતી. તેવી જ રીતે હવે નવરાત્રી(Navratri)માં પણ ગરબા ખેલૈયાઓને પણ સરકારે છૂટછાટ આપીને ખુશ ખુશાલ કરી દીધા છે.
ગુજરાત રાજ્યમાં ખતરનાક કોરોના વાયરસની ઘાતક અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે, બીજી તરફ વેક્સીનેશનને લઈને પણ તંત્ર આગળ આવ્યું છે. આ વચ્ચે ગરબા રસીકો માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે નવરાત્રીને લઈને મોટા અને મહત્વના નિર્ણય લીધા છે. છેલ્લા ઘણા સમયથી ગરબા રસિકો નવરાત્રીમાં જુમવાણી રાહ જોઈ રહ્યા છે. ઘાતક કોરોના મહામારીના બે વર્ષ પછી ગરબા રમવાની ભૂપેન્દ્ર સરકારે કોરોનાના નિયમો સાથે મંજૂરી આપી છે.
ગુજરાત રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ તો રાત્રિ કરફયુ શરુ છે ત્યાં તારીખ 25/09/2021 ના રાત્રિના 12 કલાકથી તા.10/10/2021 સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ લાગુ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. આ સાથે જ ગુજરાતભરમાં નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક રીત મુજબ ઉજવણી કરી શકાય તે હેતુથી સરકારે કોરોનાના નિયમોને હળવા કર્યા છે.
નવરાત્રિ તહેવારની ઉજવણી માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂણમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની હાજરીમાં યોજવાની છૂટ આપવાનો એક મોટો નિર્ણય કર્યો છે. જો કે મહત્વની વાત તો એ છે કે, ભલે સરકારે શેરી ગરબા માટે છૂટ આપી હોય પરંતુ તેમાં ગાઇડલાઇન(Navratri Guidelines) એવી છે કે ગરબા રમવા માટે વ્યક્તિએ કોરોના રસીના બંને ડોઝ લીધેલા હોવા અત્યંત જરૂરી છે એટલે કે જે વ્યક્તિએ કોરોના વેક્સિનનો એક ડોઝ લીધો હશે અથવા તો રસીના એક પણ ડોઝ નહીં લીધો હોય તે વ્યક્તિ શેરી ગરબામાં હાજર નહી રહી શકે. સરકારની ગાઇડલાઇન મુજબ આ પ્રકારની ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના રસીના બંને ડોઝ લીધેલા હોવા ફરીજીયાત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.