કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન ધારણ કરશે વિકરાળ સ્વરૂપ- કર્યું ગુજરાત બંધનું એલાન

ગુજરાત(Gujarat): ત્રણ કૃષિ કાયદાઓ(Three agricultural laws)ના વિરોધમાં શરૂ કરવામાં આવેલુ ખેડૂતોનું આંદોલન(khedut aandolan) ફરી એક વખત વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની વિવિધ માગણીઓ અને સાથે કૃષિ કાયદાઓને પરત લેવા અને ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવા ખેડૂતો દ્વારા દિલ્હી હરિયાણા બોર્ડર(Delhi Haryana Border) પર ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત કિસાન કોંગ્રેસ ફરી થયું સક્રિય, આવ્યું ખેડૂતોના સમર્થનમાં:
ખેડૂત આંદોલનને પગલે આગામી 27 તારીખના રોજ ખેડૂત આંદોલનકારીઓએ ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે આ એલાનને લઈને કોંગ્રેસના કિસાન મોરચાના અધ્યક્ષ એવા પાલ આંબલિયાએ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે. આ આંદોલનને સમર્થન આપવા માટે ગુજરાત રાજ્યના કિસાન કોંગ્રેસ(Gujarat Kisan Congress) અધ્યક્ષ પાલ આંબલિયા(Pal Ambalia)એ એક પ્રેસ કોન્ફરેન્સ સંબોધી હતી. જેમાં તેમણે ખેડૂતોના સમર્થનમાં આવીને 27 તારીખના રોજ ભારત બંધ એલાનને સમર્થન આપ્યું છે, એટલું જ નહીં ત્રણેય કાયદા રદ કરવાની માંગણી સાથે કોંગ્રેસના કિસાન મોરચાના અધ્યક્ષ એવા પાલ આંબલિયાએ તેમણે આગામી 27 તારીખના રોજ ગુજરાત બંધનું એલાન પણ કર્યું છે.

ભારત બંધના એલાનને કિસાન કોંગ્રેસનું ખુલ્લું સમર્થન:
કિસાન મોરચાના કોંગ્રેસ અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવતા કહ્યું હતું કે, અમે વધુમાં વધુ ખેડૂતો સુધી માહિતી પહોંચાડીશું કે, સરકાર દ્વારા જે કૃષિબિલ રજુ  કરવામાં આવેલ છે ખરેખર તે કૃષિ બિલ નુકસાનકારક છે. જે કંપની સાથે કોન્ટ્રાકટ ફાર્મિંગ નો કાયદો છે તેમાં ફકતને ફક્ત ખેડૂતો ને માત્ર નુકસાન જ છે. જેના થી ખેડૂતો ને જાણકારી આપવી ખુબ જ જરૂરી છે અને ખેડૂતો ને જાગૃત કરવામાં આવે અને આ કૃષિ બિલ નો વિરોધ કરવો જરૂરી છે અને ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપવું અત્યંત જરૂરી છે.

કોંગ્રેસે પણ આપ્યું ગુજરાત બંધનું એલાન:
ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના કિસાન મોરચાના અધ્યક્ષ પાલ આંબલિયાની પત્રકાર પરિષદ બાદ હવે ખેડૂત આંદોલન ગુજરાતમાં સક્રિય બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા જે કૃષિ બિલ લાગુ કરવામાં આવ્યું છે. આ કૃષિ બીલના વિરોધમાં દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની રાજધાની દિલ્હીની બૉર્ડર પર ખેડૂતોનાં ધરણાં-પ્રદર્શનને એક વર્ષ પૂર્ણ થઇ ચુક્યું છે.

કૃષિ કાયદાના નવા નિયમો વિરુદ્ધ આંદોલન બન્યું ઉગ્ર:
ખેડૂત આંદોલન ખેડૂતોએ સરકારના કૃષિના નવા નિયમોની વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ ખેડૂત આંદોલન રાષ્ટ્રવ્યાપી આંદોલન બની ગયું છે. જેના સમર્થનમાં હવે ગુજરાત કોંગ્રેસ પણ આવ્યું છે. ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ કોંગ્રેસે ફરી ખેડૂતો સાથે રહીને સરકાર સામે મોરચો માંડ્યો છે. કિસાન મોરચા કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયાની પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં દિલ્હી આંદોલન કરી રહેલા ખેડૂતોએ સમર્થન આપતા આગામી 27 તારીખે ગુજરાત બંધનું કોંગ્રેસ દ્વારા દ્વારા એલાન કરવામાં આવું છે. ત્રણેય કાયદા રદ્દ કરવાની માંગ સાથે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *