બ્રિટિશ સાંસદના ઉચ્ચ સદન હાઉસ ઑફ લૉર્ડમાં આજીવન સભ્ય નિયુક્ત કરવામાં આવેલા મુસ્લિમ સાંસદ લૉર્ડ નજીર અહેમદના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા વિવાદિત ટ્વિટથી સોશિયલ મીડિયા પર માહોલ ગરમ છે. તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિરાહી વાજપેયી, પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી, પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ બાબુ લાલ ગૌર, ગોવાના પૂર્વ સીએમ મનોહર પાર્રિકરના એક વર્ષની અંદર નિધન થયા છે. તેમણે કહ્યું કે હવે પીએમ નરેન્દ્ર મોદીનો નંબર છે
પાકિસ્તાનમાં જન્મેલા લૉર્ડ નજીર અહેમદે ટ્વિટ કર્યુ કે, વિપક્ષના બીજેપી પર જાદુ-ટોટકા, તંત્ર-મંત્રના દાવા વચ્ચે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલી, પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, મધ્ય પ્રદેસના પૂર્વ સીએમ બાબૂ લાલ ગૌર, ગોવાના પૂર્વ સીએમ મનોહર પાર્રિકરના ગત એક વર્ષની અંદર મોત થયા છે. આગામી નંબર નરેન્દ્ર મોદીનો છે.
સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા
નજીર અહેમદના આ વાંધાજનક ટ્વિટ બાદ ટ્વિટર પર લોકોએ તીખી પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂએ ટ્વિટ કરીને કહ્યું, આ પ્રકારના બ્રિટિશ પ્રબુદ્ધ વર્ગ વચ્ચે હું સમજી નથી શકતો કે આ ધરતી પર કેવા-કેવા લોકો આવી ગયાં છે. શુ તમે લોકોને મેનેજ કરીને હાઉસ ઑફ લૉર્ડના સભ્ય બની ગયા છો?
મહત્વનું છે કે બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડમાં ઉચ્ચ શિક્ષિત અને પ્રબુદ્ધ વર્ગના લોકોને સભ્ય બનાવવામાં આવે છે. કેન્દ્રીય મંત્રીએ નજીર અહેમદના જ્ઞાન પર સવાલ ઉઠાવ્યાં. આ તે જ લૉર્ડ નજીર અહેમદ છે જેના પર 1970ના દશકમાં એક કિશોરી અને એક કિશોર પર બળાત્કાર કરવાના પ્રયાસ અને યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. આ બંનેની ઉંમર 13 વર્ષથી ઓછી હતી. આ મામલે 2016માં તપાસ શરૂ થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.