લો બોલો માં – બાપ એજ 17 વર્ષિય પુત્રને 13 વર્ષની બાળકી સાથે શરીર સંબંધ બંધાવ્યો..

સુરત જિલ્લાના પલસાણા પંથકમાં રહેતા બુટલેગર દંપત્તિએ પોતાના ૧૭ વર્ષના પુત્રને નજીકમાં રહેતી ૧૩ વર્ષની બાળકી સાથે પ્રેમસંબંધ થતા બંનેના લગ્ન કરવાની વાત કરી બાળકી…

સુરત જિલ્લાના પલસાણા પંથકમાં રહેતા બુટલેગર દંપત્તિએ પોતાના ૧૭ વર્ષના પુત્રને નજીકમાં રહેતી ૧૩ વર્ષની બાળકી સાથે પ્રેમસંબંધ થતા બંનેના લગ્ન કરવાની વાત કરી બાળકી સાથે તરૂણને બેડરૂમમાં શરીર સંબંધ બાંધવા સંમતિ આપી હતી. બાળકીએ માતાને વાત કરતા મામલો પોલીસમાં પહોંચતા પોલીસે તરૂણને જુએનાઈલ હોમમાં મોકલી બુટલેગર દંપતિની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરી બાળકીનું તબીબી પરિક્ષણ કરાવ્યું હતું.

પલસાણા પંથકમાં અનેક વખત વિવાદમાં આવેલા લીસ્ટેડ બુટલેગર પોતાની પત્ની સાથે રહે છે અને અનેક વખત દારૂ સાથે બંનેની પોલીસે ધરપકડ કરી હતી. બુટલેગર દંપતિના ૧૭ વર્ષના પુત્રને નજીક રહેતા પરિવારની ૧૩ વર્ષની બાળકી સાથે પ્રેમસંબંધ થયો હતો.

બંનેના પરિવારને પ્રેમસંબંધની જાણ થતા બંને પુખ્ત વયના થાય પછી લગ્ન કરવાની વાત બુટલેગર દંપતિએ કરી હતી. જેથી બાળકી અવારનવાર પોતાના પ્રેમીના ઘરે અવરજવર કરતી હતી. તે સમયમાં બુટલેગર દંપતિને બાળકીને લગ્ન કરવાના જ છે, એટલે પોતાના સગીર વયના પુત્ર સાથે રૂમમાં મોકલી હતી. રૂમમાં તરૂણે પોતાની પ્રેમિકા સાથે જબરજસ્તી કરીને શરીરસંબંધ બાંધ્યો હતો.

બાળકીએ વિરોધ કરી ના પાડવા છતાં તરૂણે અવારનવાર બાળકી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. બાળકીએ તેની માતાને પ્રેમીએ તેના માતા-પિતાના કહેવાથી રૂમમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની જાણ કરતા બાળકીની માતાએ મંગળવારે પલસાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ૧૭ વર્ષના તરૂણને જુએનાઈલ હોમમાં મોકલી આપી બુટલેગર દંપતિની ધરપકડ કરી છે. પોલીસે બાળકીનું મેડીકલ ચેકઅપ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *