બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા હવામાન વિભાગે વરસાદને લઈને મોટી અને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આગાહી મુજબ 1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ખુબ જ સારો વરસાદ પડી શકે છે અને સાથે 2 ઓગસ્ટ અને 4 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં મેઘરાજા મન મુકીને વરસી શકે છે.
સાથે રાજ્યમાં મોડાસા, પાટણ, મહેસાણામાં સામાન્યથી ભારે વરસાદ ખાબકી શકે છે. જયારે બીજી બાજુ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર, નડિયાદ, ખેડામાં પણ ભારે વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયા બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
આ અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાં 31 જુલાઈ બાદ બે દિવસમાં વરસાદી સીસ્ટમ સક્રિય થશે તે બાદ ગુજરાતમાં ફરી એક વરસાદી માહોલ જોવા મળશે. હાલમાં સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ જગતના તાત ખેડૂતમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.
મહત્વનું છે કે, સારા વરસાદથી રાજ્યના ડેમોમાં વરસાદી પાણીની આવક થઇ છે. ગુજરાત રાજ્યના 207 ડેમમાંથી 5 ડેમ ફુલ ભરાય ચુક્યા છે. જામનગરનો ફુલજર-1 ડેમ, અમરેલીનો ધાતરવડી ડેમ, અમરેલીનો સુરજવાડી ડેમ, રાજકોટનો મોતીસર ડેમ અને દ્વારકાનો કાબરકા ડેમ ફૂલ ભરાઈ ચુક્યા છે. સાથે રાજ્યના 9 ડેમ હાઈઅલર્ટ પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.