Ambalal Patel Forecast in Gujarat: ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર મહેર કરી છે. જોકે, હાલ રાજ્યમાં વરસાદી માહોલ થોડો શાંત પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે(Ambalal Patel Forecast in Gujarat) અને આવતીકાલે રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદ થવાની શક્યતા છે. જ્યારે તારીખ 15મી જુલાઈના રોજ આખા રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આજે આ વિસ્તારમાં વરસાદની સંભાવના
આજે એટલે કે ગુરુવારે વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે રાજ્યના અમુક સ્થળે વરસાદ થઈ શકે છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ગુજરાતના પારબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. સાથે જ ગાંધીનગર, ભરૂચ, સુરત, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
14 જુલાઈએ આ વિસ્તારમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આવતીકાલે એટલે કે તારીખ 14 જુલાઈ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગરમાં પણ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ખેડા, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે
ગઈકાલે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવનારા 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની સંભાવના છે. જ્યારે તારીખ 16થી 19 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી વરસાદ પડશે. તારીખ 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ગતરોજ વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આવનારી તારીખ 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે.
તેઓએ જણાવ્યું છે કે, તારીખ 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે તારીખ 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube