સુરતથી સૌપ્રથમવાર આંતરડાંનું દાન:3 વર્ષની માસૂમ દીકરીના જન્મદિને જ પિતા બ્રેઇનડેડ, ભારે હૈયે પરિવારે આંતરડાં, લિવર અને બે કિડનીનું અંગદાન કર્યું-done

સુરત(Surat): શહેર હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન(organ…

સુરત(Surat): શહેર હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. ત્યારે હાલ સુરતના વધુ એક પરિવારે અંગદાન(organ donation) કરી માનવતા મહેકાવી છે. જેમાં 32 વર્ષીય ભરતભાઈનું મૃત્યુ થયું હોવાને કારણે તેઓને બ્રેઇનડેડ(Braindead) જાહેર કર્યા હતા. ત્યારબાદ પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

સુરતના ગોડાદરામાં રહેતા અને મૂળ તેલંગાણાના વતની ચિત્તયલ પરિવારે સ્વપ્નેય પણ નહીં વિચાર્યું હોય કે, પરિવારની 3 વર્ષની માસૂમ દીકરીનો જન્મદિન તેના પિતાનો મૃત્યુદિન બનશે. ચિત્તયલ પરિવાર ના 32 વર્ષીય ભરતભાઈને માથાનો અસહ્ય દુખાવો ઊપડતા તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, સિવિલ હોસ્પિટલમાં ભરતભાઈને બ્રેઈનડેડ જાહેર કરતા ચિત્તયલ પરિવારે ભારે હૈયે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. 

પરિવારે બ્રેઈનડેડ ભરતભાઈના લીવર, આંતરડાં અને બે કિડનીનું અંગદાન કરી માનવતાની મિસાલ પૂરી પાડી છે. સુરત શહેરથી આ સૌ પ્રથમ આંતરડાનું દાન થયું છે. ભરતભાઈના આંતરડાં મહારાષ્ટ્રના 40 વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને ભરતભાઈનાં ચાર અંગોના દાનથી નવજીવન મળ્યું છે. આ સાથે નવી સિવિલમાં 21મું સફળ અંગદાન થયું છે.

સ્વ.ભરતભાઈને સંતાનમાં એક પાંચ વર્ષની ઉન્નતિ અને ત્રણ વર્ષની સાનવી એમ બે દીકરીઓ છે. પિતા સત્યનારાયણ મજૂરી કામ જ્યારે માતા શકુંતલાબેન અને પત્નિ અમિતાબેન ગુહિણી છે. ગત તા.૧૨મી એપ્રિલે ત્રણ વર્ષની સાનવીનો જન્મદિન હતો, પણ જન્મદિનની ઉજવણી કરે એ પહેલા પિતા ભરતભાઈએ પરિવારની અંતિમ વિદાય લીધી, ત્યારે દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર આ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

જેમાં આજ રોજ અમદાવાદની IKDRC-ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. તેમજ આંતરડા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. સુરત પોલીસે અંગો લઈ જવા ગ્રીન કોરિડોર બનાવી ઉમદા સહયોગ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *