સુરત(Surat): શહેરમાં સવારથી જ આવક વેરા વિભાગ(Income Tax Department) દ્વારા દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. અમદાવાદ અને સુરત આવકવેરાની ટીમ દ્વારા સંગીની બિલ્ડર ગ્રુપ અને અન્ય ઘણા બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને સુરતની IT ટીમ દ્વારા વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંગીની બિલ્ડગ ગ્રુપની સાથે સંગીની બિલ્ડર ગ્રુપના બે ભાગીદારોને ત્યાં પણ સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સંગીની બિલ્ડર ગ્રુપ અને અન્ય કેટલાય બિલ્ડર ગ્રુપને ત્યાં IT વિભાગના દરોડા:
આ ઉપરાંત બિલ્ડર ગ્રુપને ફાયનાન્સ કરનાર લોકોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવેકવેરા વિભાગે સપાટો બોલાવતા અરિહંત ગ્રુપ, મહેન્દ્ર ચંપક ગ્રુપ અને અશેષ દોશીને ત્યાં પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બેનામી સંપત્તિ કે આવક કરતા વધુ સંપત્તિની આવક વેરા વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અગાઉ અમદાવાદમાં પણ અનેક જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે સુરતમાં સવારથી જ આવેકવેરા વિભાગ ધામા નાખતા ઉદ્યોગકારો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.