દેશના સૌથી મોટા રાવણને ઉભા કરવામાં 12 કલાકનો સમય લાગ્યો,ઊંચાઈ 221 ફુટ, 30 લાખ રૂપિયા નો ખર્ચ…..

દેશના સૌથી મોટા રાવણનું દહન આ વખતે ચંડીગઢમાં થશે.આશરે 12 કલાકની મહેનત પછી 221 ફૂટ ઊંચા રાવણને ગુરુવારે ઊભો કરવામાં આવ્યો હતો. આ કામ બુધવારે…

દેશના સૌથી મોટા રાવણનું દહન આ વખતે ચંડીગઢમાં થશે.આશરે 12 કલાકની મહેનત પછી 221 ફૂટ ઊંચા રાવણને ગુરુવારે ઊભો કરવામાં આવ્યો હતો. આ કામ બુધવારે સાંજે 6 વાગ્યાથી શરુ કરી દેવામાં આવ્યું હતું જે ગુરુવારે 6 વાગ્યે પૂરું થયું. તેમાં કુલ 2 ક્રેન, 2 2 જેસીબી અને 150 લોકોની મદદની જરૂર પડી હતી.

રાવણને તૈયાર કરનારા તજિન્દર સિંહ ચૌહાણે કહ્યું કે, આ રાવણને અમે એ રીતે તૈયાર કર્યો છે કે જો દશેરાના દિવસે વરસાદ આવે તો પણ રાવણને સાંજે પ્રગટાવી શકાશે. તેને બનાવવા 3હજાર મીટર કાપડ અને અઢી હજાર શણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની બનાવટ એ રીતે કરી છે કે, વરસાદનું પાણી રાવણની અંદર ન જાય.

રાવણની ખાસિયત:

25 ફૂટ લાંબી મૂંછ

40 ફૂટ લાંબા ચંપલ

60 ફૂટનો મુગટ

55 ફૂટ લાંબી તલવાર

12 ફૂટની ઢાલ

રાવણને બનાવવામાં 6 મહિનાનો સમય લાગ્યો:

6 મહિનાથી તૈયારી ચાલી રહી હતી.

40 લોકોની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો, 30 લાખ રૂપિયાનો થયો ખર્ચ.

રાવણને રીમોટ દ્વારા સળગાવવામાં આવશે. આ માટે 20 કામગીરી કરવામાં આવી છે. પહેલા છત્રમાં બ્લાસ્ટ થશે અને પછી તાજ, તલવાર, ઢાલ અને પછી પગરખાં માં. આમાં ઇકો ફ્રેન્ડલી ફટાકડા શામેલ છે, જે સામાન્ય ફટાકડાઓની તુલનામાં 80% પ્રદૂષણ ઘટાડશે.

રાવણને બનાવવા માટે 12 હેકર જમીન વેચી:

તજિન્દરે કહ્યું કે, વર્ષ 1987માં મેં પ્રથમ વખત રાવણ બનાવ્યો હતો અને ત્યારબાદ હું દર વર્ષે બનવું છું. રાવણને બનાવવાનો જે ખર્ચ આવે છે તેના માટે મેં મારી 12 હેકર જમીન પણ વેચી દીધી છે. આ વખતે શિવ પાર્વતી દળે રાવણ દહનનો પૂરો ખર્ચ ઉઠાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *