સાધ્વી પ્રજ્ઞાનો દાવો, ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું

Published on: 3:55 pm, Tue, 23 April 19

ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાની કેન્સર બીમારી અંગે મોટો ખુલાસો કર્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ગૌમૂત્ર પીને તેમને કેન્સરનો ઉપચાર કર્યો છે. એક ટીવી કાર્યક્રમ દરમિયાન તેમને કહ્યું હતું કે જે રીતે ગાયો સાથે વર્તન કરવામાં આવે છે તે દુઃખદ છે. તેમને કહ્યું કે ગૌધન અમૃત છે. આપને જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભોપાલ સીટથી પોતાનું નોમિનેશન ફાઈલ કરી દીધું છે.

આ પણ વાંચો: ‘રામ’ નામની ચાંદીની પ્લેટ, કમંડલ સહિત કેટલી સંપત્તિની માલિક છે સાધ્વી પ્રજ્ઞા.

ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું.

ગૌમુત્રના લાભ જણાવ્યા

ગાય સાથે જોડાયેલા બધા જ લાભ વિશે જણાવતા પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું કે ગાયોના ગૌમૂત્રનો સૌથી મોટો લાભ છે કે તેના સેવનથી મારુ કેન્સર મટી ગયું. આપને જણાવી દઈએ કે માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટ માં પ્રજ્ઞા ઠાકુર આરોપી છે અને હાલમાં તે જામીન પર બહાર છે. પ્રજ્ઞા ઠાકુરે જણાવ્યું કે તેઓ કેન્સરના દર્દી હતા. પરંતુ ગૌમુત્રનું સેવન કરીને તેમને તેનો ઉપચાર કર્યો. તેની સાથે તેમને પંચગવ્ય મિશ્રિત આયુર્વેદિક ઔષધીનો પણ ઉપયોગ કર્યો હતો.

ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું.
પંચગવ્ય મિશ્રિત આયુર્વેદિક ઔષધીનો ઉપયોગ.

પંચગવ્ય ગાયના પાંચ ઉત્પાદનોને ભેગા કરીને બનાવવામાં આવે છે, જેમાં ગાયનું મૂત્ર, ગોબર અને દૂધ શામિલ છે જયારે બીજા બે ઉત્પાદનોમાં ગાયનું ઘી અને દહીં શામિલ છે. આ બધા જ પાંચ ઉત્પાદનોને એક સાથે મેળવવામાં આવે છે. ત્યારપછી તેને ફેર્મેટ કરવામાં આવે છે. ત્યારપછી તેનું સેવન કરવામાં આવે છે. સાધ્વી પ્રજ્ઞા ઘ્વારા તેને પુરી રીતે વૈજ્ઞાનિક જણાવતા કહ્યું કે હું તેના પ્રભાવનો જીવતો પુરાવો છું.

ગૌમૂત્ર પીવાથી મારુ કેન્સર મટી ગયું.

બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખે છે.

સાધ્વી પ્રજ્ઞા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગાયને કેટલીક નિશ્ચિત જગ્યા પર અડવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. જો તમે ગૌમાતાને પાછળથી આગળ સુધી અડો છો તો ગૌમાતા ખુશ થાય છે. પરંતુ જો તમે ગાયને ગળાથી પાછળ સુધી અડો છો, તો ગાય અસહજ અનુભવ કરે છે. જો તમે તે રોજ કરો, તો તમારું બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. સાધ્વી પ્રજ્ઞા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પોતાની ગૌશાળામાં ગાયોની સેવા કરે છે.