હવે ચુંટણીની આગલી રાતે નહિ થાય ભજીયા-ગોટાનો પ્રોગ્રામ, જો પકડાયા તો થશે ગુનો

વિધાનસભાની ચુંટણી(Assembly elections) નજીક આવી રહી છે. જેને લઈને દરેક પક્ષોએ પોતાની કમર કસી લીધી છે. એવામાં હવે ચૂંટણીની આગલી રાતે અથવા તો મતદાન (voting)ના દિવસ પહેલા રાજકીય પાર્ટીઓ મતદારોને લલચાવવું અઘરુ થઈ પડી શકે છે. ચૂંટણી પંચ નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે મતદાન પહેલા રેસ્ટોરંટ (restaurant)માં ફ્રીમાં ખાવાનું અને દારુ (alcohol)ની લાલચ આપવા પર પ્રતિબંધને 48 કલાકથી વધારીને 72 કલાક કરી શકે છે.

જાણવા મળ્યું છે કે, ચૂંટણી આચાર સંહિતામાં રાજ્યના એ તમામ લોકોનો સમાવેશ થશે, જે 18 વર્ષથી ઉપરના છે. જો તેમનું નામ મતદાર યાદીમાં નહીં હોય, તો પણ તેમને આચાર સંહિતાના નિયમનું પાલન કરવું ફરજિયાત છે. આ જાણકારી એક રાષ્ટ્રીય અખબારે સૂત્રોના હવાલેથી આપી છે.

તેમના જણાવ્યા અનુસાર, ઉમેદવારો મોટા ભાગે ચૂંટણી સત્તા મંડળને ફ્રી દારુ, ભોજન અને રોકડ આપવાની કોશિશ કરતા હોય છે. તેને લઈને ચૂંટણી પંચ હવે રેસ્ટોરંટમાં ફ્રીમાં ખાવાનું ખવડાવવા પર પ્રતિબંધ આચરણોમાં રાખી રહ્યું છે. આવું પહેલી વાર થયું છે, જ્યારે ચૂંટણી પંચ ફક્ત ખાવાનું ખવડાવવા પર પ્રતિબંધ આચરણમાં રાખે છે.

મતદારોને ફ્રીમાં ભોજન કરાવાનું મોંઘુ પડશે:
ઉમેદવારો મોટા ભાગે ચૂંટણી સત્તા મંડળને ફ્રી દારુ, ભોજન અને રોકડ આપવાની કોશિશ કરતા હોય છે. ત્યારે હવે ચૂંટણી પ્રચાર ખતમ થયા બાદ જો રાજકીય પાર્ટીઓ, ઉમેદવારો અથવા તેમના કાર્યકર્તાઓ કોઈ પણ મતદારોને લલચાવવા માટે ફ્રીમાં ભોજન કરાવે છે, તો આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવશે. તેના પર ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરશે.

ડિજિટલ પેમેન્ટ પર પણ રહેશે બાજ નજર:
આ ઉપરાંત દારુ પીવડાવવાના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. જેમાં 48 કલાકના પ્રતિબંધને લંબાવીને 72 કલાક કરી શકે છે. તેમજ ચૂંટણી પંચે પૈસાના વિતરણ પર પણ પહેલાથી કડક નિયમો જાહેર કરી દીધા છે. ચૂંટણી પહેલા મતદારોને રૂપિયા આપવા અને અન્ય કોઈ લાલચ આપવા પર ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરે છે. હવે ડિજિટલ ટ્રાંજેક્શનના વધારે ચલણ બાદ કૈશ અને ડિજિટલ બંને માધ્યમો પર ચૂંટણી પંચની બાજ નજર રાખવામાં આવશે. ડિજિટલ ટ્રાંજેક્શન જો મતદારોને લલચાવવા માટે કરવામાં આવશે, તો તેને ગુનો માનવામાં આવશે. તેમાં યૂપીઆઈ ટ્રાંજેક્શન પણ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *