ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આજે ફરી એક વાર આગામી 5 દિવસ માટે વરસાદને લઈને આગાહી(Rain forecast) કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકામાં ખાબક્યો વરસાદ:
અમે તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 19 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ દિયોદરમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ઉમરપાડામાં 19 મીમી વરસાદ , ડાંગમાં 13 મીમી વરસાદ, સાયલામાં 13 મીમી વરસાદ , જંબુસરમાં 11 મીમી વરસાદ, ગઢડામાં 11 મીમી વરસાદ અને બાબરામાં 11 મીમી વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની શક્યતા: હવામાન વિભાગ
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 4 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે.
આ સાથે છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જોકે, આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નહીવત છે તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં પણ વાતાવરણ આજે સામાન્ય રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ ખાબકી ચુક્યો છે:
વાત કરવામાં આવે તો ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાઈ ચુક્યો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ ખાબકી ચુક્યો છે. ગુજરાતના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ નોંધાય ચુક્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાય ચુક્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.