છેલ્લા 24 કલાકથી દેશના ઘણા બધા રાજ્યોમાં વરસાદ શરુ થઈ ગયો છે. દેશમાં સૌથી વધુ વરસાદ મેઘાલયના ચેરાપુંજીમાં પડ્યો. અહીં વરસાદનો આંકડો 110 મી.મી. નોંધાયો છે. તો કેટલાક સ્થળોએ વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ હોવોના કારણે આવી વરસાદી અસરો જોવા મળી રહી છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને આવનારા પાંચ દિવસ માટે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોની આગાહી છે કે, આજથી 10 જૂન બુધવાર દરમિયાન વરસાદ ગતી પકડશે, તો કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે.
આવતા 24 કલાકમાં ભારતના ઉત્તર પશ્ચિમના મેદાની વિસ્તાર અને પશ્ચિમી હિમાલય ભાગમાં વરસાદની સંભાવના છે. ગુજરાત, મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તાર, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને તમિલનાડુમાં પણ આવનારા 3-4 દિવસ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કેરળ, કોંકણ અને ગોવામાં પણ આવનારા બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
All India weather warning video based on 0830 hours IST dated 06.06.2020 pic.twitter.com/3dKyUfOIkg
— India Met. Dept. (@Indiametdept) June 6, 2020
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ
ભારતીય હવામાન વિભાગ દ્વારા દરરોજ જાહેર કરવામાં આવતા બુલેટિન મુજબ, ગુજરાતમાં રવિવારે બોટાદ, અમરેલી, જુનાગઢ, મોરબી, સુરેન્દ્ર નગર, જામનગર, ગીર સોમનાથ, દીવ તથા કચ્છના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી.
હવે સોમવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
મંગળવારથી ગુરુવાર સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વિભાગ મુજબ સમગ્ર રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે પણ વરસાદ જોવા મળ્યો હતો. એ સિવાય ભારતના અનેક ભાગો જેમકે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news