ITBPમાં કોન્સ્ટેબલ અને સબઈન્સ્પેક્ટર બનવાની તક, 10 પાસ પણ કરી શકે છે અરજી; જાણો પગાર

ITBP Recruitment 2024: જો તમે સરકારી નોકરી કરવા માંગો છો તો આ તક તમારા માટે જ છે. ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ એટલે કે ITBP એ (ITBP Recruitment 2024) આજથી સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની જગ્યાઓ માટે અરજીઓ શરૂ કરી છે. આ જગ્યા માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ITBPF ની સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જઈને 526 ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ફોર્સે આજે 15 નવેમ્બરથી સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ITBPમાં જોડાવા માંગતા ઉમેદવારો 14 ડિસેમ્બર 2024 સુધી ITBP recruitment.itbpolice.nic.in ની અધિકૃત વેબસાઇટ પર જઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. કુલ 526 પદ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ પોસ્ટમાં સબ-ઇન્સ્પેક્ટર (ટેલિકોમ)ના 92 પદ (78 પુરુષ અને 14 મહિલા), હેડ કોન્સ્ટેબલ (ટેલિકોમ)ના 383 પદ (325 પુરુષ અને 58 મહિલા) અને કોન્સ્ટેબલ (ટેલિકોમ)ના 51 પદ (44 પુરુષ અને 7 મહિલા)નો સમાવેશ થાય છે. કુલ પોસ્ટના દસ ટકા એક્સ-સર્વિસમેન (ESM) માટે અનામત છે. ચાલો જાણીએ કે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટેની લાયકાત શું છે અને કેવી રીતે પસંદગી કરવામાં આવશે.

અરજી કરવાની લાયકાત
સબ-ઇન્સ્પેક્ટર (SI)ના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે B.Sc, B.Tech અથવા MCAની ડિગ્રી હોવી જોઈએ. જ્યારે હેડ કોન્સ્ટેબલના પદ માટે ઉમેદવારોએ 12મું પાસ કર્યું હોવું જોઈએ અને એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હોવું જોઈએ. કોન્સ્ટેબલના પદ માટે 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. હેડ કોન્સ્ટેબલના પદ માટે ઉમેદવારની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જયારે કોન્સ્ટેબલની પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 18-23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અરજી કરવા માટે લાયકાત સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો જારી કરાયેલ ઓફિશિયલ નોટિફિકેશન ચેક શકે છે.

અરજી ફી
SI માટે અરજી ફી 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલના પદો માટે અરજી ફી 100 રૂપિયા છે. મહિલા, ભૂતપૂર્વ સૈનિકો, એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને અરજી ફીથી છૂટ આપવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી?
ITBPની અધિકૃત વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જાઓ.
હોમ પેજ પર આપેલ SI અને Constable Apply લિંક પર ક્લિક કરો.
હવે વિગતો ભરીને ફોર્મ ભરો.
ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ફી ભર્યા પછી સબમિટ કરો.