અમદાવાદ સિવિલમાં કોરોના દર્દીઓના સામાનની ચોરીના કિસ્સાઓ પુરા થવાનું નામ નથી લઇ રહ્યા. ગઈકાલે જ વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં BBC ના પત્રકારના બનેવીના મોબાઈલ અને ઘડિયાળ ચોરી થવાની ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં સાગર શાહ નામના વ્યક્તિના પિતાનું કોરોનાથી મુર્ત્યું થયા બાદ તેમના દાગીના ચોરાયા ની ફરિયાદ ટ્વીટ મારફતે કરવામાં આવી છે.
સાગર શાહન નામના પ્રધાનમંત્રી મોદીના પ્રશાન્શાકે સીધી પ્રધાનમંત્રી મોદીને ટ્વીટ કરીને ફરિયાદ કરી છે કે, તેમના પિતા અમદાવાદ સિવિલમાં દાખલ હતા. તેમના અવસાનના બીજા દિવસે તેમણે મૃતદેહ મળ્યો અને તેમના પિતાજીના દાગીના ચોરી થઇ ગયા છે.
મોદી જી હું તમારી ઉપર બહુજ વિશ્વાસ કરું છું મારા પિતા જી સિવિલ હોસ્પિટલ ના gcri માં દાખલ હતા મારા પિતા જી 16/5/2020 ના રોજ અવસાન પામી ગયા છે પણ હોસ્પિટલ માં જયારે બૉડી આપી તો તેમાં 15/5/2020 લખેલ છે અને મારા પિતા જી ના દાગીના ચોરી થઈ ગયા છે મને ન્યાયઆપો @narendramodi @ibijalpatel pic.twitter.com/yj89GaUSmK
— sagarshahsir (@SagarSh53626254) May 20, 2020
ગઈકાલે BBC ના પત્રકાર રોક્સી ગાગડેકર એ પણ પોતાના જીજાજી ના મૃત્યુ બાદ મૃતદેહ મોડો મળ્યો અને કોણે ફોન અને ઘડિયાળ ચોર્યા તેની ફરિયાદ કરી છે.
My jijai died in #Ahmedabad #Civilhospital. I have 3 questions for @CMOGuj 1- Deapite his death in the morning of 16-5, why were we not informed till evening. 2-Was he in Dhaman-1, 3)Who stole phone & watch 4m his body. @PMO @Nitinbhai_Patel @pkumarias @vijayrupanibjp
— Roxy Gagdekar (@RoxyChhara) May 21, 2020
BBC ના પત્રકારે મુખ્યમંત્રીને સવાલો પણ કર્યા છે કે, શું તેમના સ્નેહીજનને ધમણ પર રાકવામાં આવ્યા હતા કે શું? સવારે મૃત્યુ થવા છતાં તેમના મૃત્યુની જાણકારી કેમ સાંજે આપવામાં આવી.
આ પહેલા પણ મૃતક મહિલાનાના દાગીના ચોરી થયાની ફરિયાદ સિવિલ તંત્ર સામે થવા પામેલ છે. ખડે ગયેલા સિવિલ તંત્રનો વધુ એક છબરડો સામે આવતા હવે આરોગ્ય તંત્ર પર લોકોને શંકા થઇ રહી છે. હવે આ બાબતે ખુદ મુખ્યમંત્રીએ જ દખલગીરી કરીને સંવેદનશીલ બનીને કૈક કરવું પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news