સુરતથી પરત પોતાના ગામે જઈ રહેલી જાનૈયા ભરેલી વાનને નડ્યો ગમખ્વાર અકસ્માત, બે લોકોને ભરખી ગયો કાળ

સુરત(Surat): શહેરમાં અવારનવાર અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. બારડોલી(Bardoli)ના ભમૈયા ગામ(Bhamaiya village)ની સીમમાં વાન અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સોમવારની સાંજે 7.30 વાગ્યાની આસપાસ મારુતિવાન અને કાર વચ્ચે ખતરનાક અકસ્માત સર્જાયો હતો. માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે લગ્નપ્રસંગ હોવાને કારણે વાન GJ-16CH-3715માં ઝંખવાવથી જાનૈયા ભરીને સુરત ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ જાન લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ પરત ઝંખવાવ ફરી રહી હતી ત્યારે વિહાણ કડોદ રોડ પર ભમૈયાની સીમમાં સામેથી આવતી કાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વાનમાં સવાર 8 ઈસમો પૈકી 2 પુરુષના કરુણ મોત નિપજ્યા હતા.

જેમાં એકનું કડોદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અને બીજાનું બારડોલી ખાતે કરુણ મોત નીપજયું હતું. અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેમને બારડોલી ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતનને અંજામ આપનાર કાર સવાર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જ્યારે અન્યને ઇજા થતાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માત થતા ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. કડોદ ઓપીના સ્ટાફને આ ઘટના અંગેની જાણકારી મળતા તે ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *