કોરોના વાઇરસ સામે લડવા જૈક મા, બિલ ગેટ્સ અને TikTokએ એટલા પૈસા આપ્યા કે બની જાય ચાર હોસ્પિટલો

ચીનમાંથી આખી દુનિયામાં ફેલાયેલ આ વાયરસથી અત્યાર સુધી 7892 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 7771 ફક્ત ચીનમાં છે. આ વાયરસથી અત્યાર સુધી લગભગ ૧૭૦ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ વચ્ચે દુનિયાભરના મોટા માણસોએ કોરોનાવાયરસ સામે લડવા માટે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયા આપ્યા છે. આમાંથી સૌથી ઉપરનું નામ છે તે છે જેક મા. આટલા પૈસા માંથી ચીનમાં કોરોના વાયરસથી પીડિત લોકો માટે ચાર હોસ્પિટલ બની શકે છે.

ચીનના બીજા સૌથી અમીર વ્યક્તિ જેક મા ની કંપની અલીબાબા એ હાલમાં જ જાહેરાત કરી હતી કે તે વુહાન સહીત ચીનની તમામ તમામ હોસ્પિટલોમાં દવા માટે 144 મિલિયન ડોલર એટલે કે 1,029 કરોડ રૂપિયા આપશે.આ રકમમાંથી 100 કરોડ રૂપિયા વાયરસના વેક્સીનને વિકસિત કરનાર શોધ સંસ્થાઓને આપવામાં આવશે.

Tiktok વિડીયોની કંપની બાઈટ ડાન્સ, ટેન્સેન્ટ અને બાયદુ ચીનમાં કોરોના વાઈરસના દર્દીઓની મદદ, ઈલાજ અને દવાઓ માટે 115 મિલિયન ડોલર એટલે કે 821 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમાં વુહાનમાં બની રહેલ 1000 બેડની હોસ્પિટલ માટે પણ રકમ નક્કી કરવામાં આવી છે. ફોટો માં દેખાઈ રહ્યા છે Tiktok વિડીયો કંપની ના માલિક ઝાંગ યીમિંગ.

આ ઉપરાંત અમેરિકાના ધનવાન બિલ ગેટ્સની બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને 10 મિલિયન ડોલર એટલે કે લગભગ 71 કરોડ રૂપિયા આ વાયરસના ઇલાજ અને પીડિત લોકોની મદદ માટે આપ્યા છે. આ ઉપરાંત ફ્રાન્સના અરબપતિ ફ્રેન્કોઈસ પીનાલ્ટએ 3.3 મિલિયન ડોલર એટલે 23.57 કરોડ રૂપિયા આપ્યા છે.

આ વચ્ચે ચીન સરકાર જ્યારે તમામ ઉપાયો કરી થાકી ગઈ છે ત્યારે તેણે કોરોના વાયરસથી લોકોને બચાવવા અને મદદ કરવા માટે પોતાની સેનાને મેદાને ઉતારી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેના માટે આદેશ આપ્યો છે.

ચીનમાંથી નીકળેલો કોરોના વાઇરસ અત્યાર સુધી દુનિયાભરના 17 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. કેટલી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પણ ચીનમાં પોતાની ફલાઇટ બંધ કરી દિધી છે. ચીની સેનાને આખા દેશમાં ફરજ ઉપર રાખવામાં આવી છે, જેનાથી દરેક પ્રકારના પીડિત વ્યક્તિઓને, ચિકિત્સા કર્મીઓ અને સામાન્ય લોકોની મદદ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *