રાજસ્થાનમાં આવેલ જલોર જિલ્લાના સાંચોર વિસ્તારના લાછડી ગામે એક ચોકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં 90 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયેલા 4 વર્ષના બાળકને આખરે 16 કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો અને…
જલોર જીલ્લાના સાંચોર વિસ્તારમાં લાછડી ગામમાં રહેતા નગરામ દેવાસીનો માત્ર 4 વર્ષનો પુત્ર અનિલ ગુરુવારે સવારે 10.15 વાગ્યે રમતા રમતા સભાખંડમાં ખોદવામાં આવેલ બોરવેલમાં પડી ગયો હતો. તે સભાખંડ ખોદવામાં આવેલા બોરવેલ ની ઊંડાઈ 90 ફૂટની હતી. આ દુર્ઘટનાના 16 કલાક વીતી ગયાં પછી એનડીઆરએફ, એસડીઆરએફ અને ગ્રામજનોએ તેને ગુરુવારે રાત્રે બપોરે 2.30 વાગ્યે જીવતો બહાર કાઢયો હતો. ગામજનોને થોડી પણ આશા નહતી કે, માત્ર 4 વર્ષનો અનીલ મુત્યુને હરાવને જીવતો બહાર નીકળશે.
તેનાથી વધારે મોટી વાત તો એ છે કે, તમામ પ્રકારના આધુનિક સંસાધના ઉપયોગથી અનિલને બહાર કાઢવામાં નિષ્ફળ ગયાં હતાં. પછી, છેવટે તેને ગામજનો દ્વારા દેશી જુગાડ અપનાવીને બહાર કાઢવામાં આવ્યો હતો.
4 વર્ષના નિર્દોષ અનિલને બોરવેલમાંથી બહાર કાઢવા માટે પહેલા એસડીઆરએફની સ્થાનિક ટીમ પહોચી હતી, આ ઘટનાના લગભગ 8 કલાક પછી પણ તે નિષ્ફળ ગયાં હતાં અને ત્યારબાદ એનડીઆરએફની ટીમ ગુજરાતથી બોલાવામાં આવી હતી. પરંતુ તેની તકનીક પણ અનિલને બહાર કાઢવામાં નિષ્ફળ સાબિત થઇ હતી. અંતે, અનિલને ગામજનો દ્વારા દેશી જુગાડથી બહાર કાઢવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ સાંચોર એસડીએમ ભૂપેન્દ્ર યાદવ, એડિશનલ એસપી દશરથ સિંહ અને મેડિકલ વિભાગની ટીમ સહીત સંપૂર્ણ વહીવટ સ્થળ પર પહોંચી ગયા હતા. તેણે તરત જ બોરવેલમાં કેમેરો મૂક્યો અને અનિલની પરિસ્થિતિ જોઈ અને પછી ઓક્સિજન સપ્લાય શરૂ કર્યો હતો. આ દરમિયાન, બોરવેલમાં ફસાયેલા અનિલને ઓક્સિજન અને પાણી પણ પુરૂ પાડવામાં આવતું હતું. હાલ અનીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમના પરિવાર દ્વારા મળતી માહિતી અનુસાર, તે અત્યારે સ્વસ્થ છે. અને તેના પરિવારના બધા સભ્યો ત્યાં હાજર છે.
રાત સુધી સફળતા ન મળતાં, અનિલને ભીનમાલના મેડા નિવાસી માધારામ સુથાર દ્વારા બનાવાયેલા એક જુગાડથી બોરવેલમાંથી કાઢવામાં આવ્યો હતો. 4 વર્ષનો અનિલ બોરવેલમાં પડ્યો હોવાની બાતમી પર જલોર કલેક્ટર નમ્રતા વૃષ્ટિ અને એસપી શ્યામસિંઘ પણ આખો દિવસ હાજર રહ્યા હતા. તેમણે બચાવ કામગીરી પર સંપૂર્ણ નજર રાખી હતી.
અત્રે નોંધનીય છે કે, નાગારામ દેવાસીએ તાજેતરમાં જ તેમના ક્ષેત્રમાં એક નવો બોરવેલ બનાવ્યો હતો. આ બોરવેલ 90 ફૂટ ઊંડો હતો. ગુરુવારે સવારે દસ વાગ્યે નાગારામનો ચાર વર્ષનો પુત્ર અનિલ અંદરથી બોરવેલ જોવાની કોશિશ કરવા લાગ્યો હતો. આ સમય દરમિયાન, તેનું સંતુલન ન જળવાતા તે અંદર પડી ગયો હતો. જો કે તે સમયે નજીકમાં ઉભેલા એક પરિવારે તેને અંદર પડતા જોઇને જોરજોરથી બૂમ પાડી હતી. પરંતુ ત્યાં સુધીમાં તે ખૂબ મોડું થઈ ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.