Anantha-Radhika Wedding: જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં આયોજિત આજથી અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરુ થયું છે. આ ત્રણ દિવસ ચાલનારા પ્રી-વેડિંગ સમારોહ નિમિતે ગઈકાલે જામનગર એરપોર્ટથી મોટી સંખ્યામાં સેલિબ્રિટીનું આગમન થયું હોવાથી જામનગરનાં એરપોર્ટને જામનગરની(Anantha-Radhika Wedding) સુવિખ્યાત બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપર પરંપરાગત પરિવેશમાં રાસગરબાની રમઝટ બોલાવી સ્થાનિક કલાકારો દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં.રસ ગરબાની રમઝટ બોલતા મહેમાનોનું દિલ ખુશ થયું હતું.
મહેમાનોના સ્વાગત માટે ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી
દેશ વિદેશના મહેમાનો માટે એરપોર્ટ ઉપર જામનગરની રંગબેરંગી બાંધણીનાં શણગારે ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેમજ ગુજરાતી રાસ ગરબાની રમઝટ મોડી રાત્રિ સુધી ચાલતી રહી હતી. રીલાયન્સ પરિવારનાં પ્રી-વેડિંગ સમારોહમાં ભાગ લેવા માટે બુધવારે મોડી રાત્રિનાં મુંબઈથી જાણીતા ફિલ્મ અભિનેતા સલમાનખાન આવી પહોંચતા અંબાણી પરિવાર દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના માટે હાજર રાખવામાં આવેલી ખાસ રોલ્સરોયસ કારમાં તેઓને મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં લઈ જવામાં આવ્યા હતાં. દરમિયાન આજે બોલીવુડનાં જાણીતા અભિનેતા શાહરૂખ ખાન, તેમના પત્ની ગૌરીખાન, પુત્ર આયંનં ખાન ફિલ્મ અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ નીતુસિંગ, અર્જુન કપુર ઉપરાંત દુબઈનાં ઉદ્યોગપતિ મોહમ્મદ અલ અબર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં.
બાંધણીથી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવાયું
જામનગરના એરપોર્ટ પર જામનગર અંબાણી પરિવાર દ્વારા બાંધણીથી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવાયું છે અને ને તે સ્ટેજ પરથી ગુજરાતી ગીત-સંગીત અને તે રાસ ગરબાની રમઝટ સાથે દેશી-વિદેશી મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે. મહેમાનો પણ તે રાસ-ગરબાની રમઝટ સાથે પોતે પણ ગરબા કરીને અભિવાદન ઝીલી રહ્યા છે.
View this post on Instagram
જામનગરના એરપોર્ટ પર લક્ઝુરિયસ કારનો જમાવડો
આ પ્રી વેડિંગ ફંક્શનમાં ભાગ લેવા આવી રહેલા દેશવિદેશના મહેમાનોને જામનગર એરપોર્ટ પરથી વિવિધ કારમાં મોટી ખાવડી ગામમાં પહોંચાડાઈ રહ્યા છે. આલ 1 લોકો માટે અંબાણી પરિવારે એરપોર્ટ પર રોલ્સ રોયસ, બીએમડબલ્યુ, રેન્જ રોવર, જી વેગન, ફોક્સ વેગન જેવી અનેક લક્ઝુરિયસ કાર તહેનાત કરી છે. આ દરમિયાન રિહાનાને લઈ જવા આવેલી એનિમલ પ્રિન્ટ ધરાવતી કાર સૌથી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App