સૌરાષ્ટ્રની શાન ગણતો જમજીર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો- સર્જાયા નયનરમ્ય દ્રશ્યો

Jamjir falls saurashtra: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ ચોમાસું ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદની વચ્ચે…

Jamjir falls saurashtra: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ ચોમાસું ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્યમાં તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વરસાદની વચ્ચે ગીર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, ગીરમાં આવેલા સૌરાષ્ટ્રની શાન ગણાતો જમજીનો ધોધ (Jamjir falls) વરસાદને કારણે ખૂબ જ ગર્જ્યો છે. જમજીર નો ધોધ એમ પણ સૌ કોઈ માટે એક આકર્ષણનો અને અદભુત કેન્દ્ર બન્યો છે, ત્યારે હાલ આ ધોધ સુધી પહોંચવું દુર્લભ બની ગયું છે. ધોધ સુધી પહોંચવાના તમામ માર્ગ પર પાણી જ પાણી છે, ધોધના સામે કિનારે દુર્ગમ રસ્તે પહોંચીને આ અદભુત દ્રશ્ય માણી શકાય છે

આમાં પણ કોડીનાર તાલુકાના ગીર જંગલને અડીને આવેલા ઘાંટવડ અને જામવાળા વચ્ચે આવેલા સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ જમજીર ધોધની વાત કરવામાં આવે તો તેની સુંદરતામાં દર વર્ષની જેમ ખુબ જ વધારો થઇ રહ્યો છે. જમજીરનો ધોધ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે.

સિંગવડા નદીમાં આવેલો આ ધોધ હાલ સૌ કોઈ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ભારે થી અતિ ભારે વરસાદને કારણે શિંગોડા ડેમ જુલાઈ માસના રૂલ લેવલે છલકાયો છે અને તેના કારણે ડેમના બે દરવાજા 0.30 મીટર ખોલી દેવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલતા પુષ્કળ પ્રમાણમા પાણી શિંગવડા નદીમાં વહી રહ્યું છે અને તેના કારણે જમીજીરના ધોધમાં પાણી ની આવક વધતા ધોધ તેના રુદ્ર સ્વરૂપે ગરજી રહ્યો છે.

ગીરની ખૂબસૂરતી અને જમજીરીના ધોધના આ નયનરમ્ય દ્રશ્યો જાણે અહીં કુદરત વસતા હોય તેવો એક અલગ જ અહેસાસ કરાવી રહ્યા છે. એમ પણ જિંદગીના દ્રશ્યોને નિહાળવા માટે અહીં સેકડો પર્યટકો આવતા જ હોય છે. પરંતુ હાલમાં ધોધના રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે અને તેના કારણે અનેક કિલોમીટર ફરીને કાચા રસ્તા પરથી ફરીને અહી સુધી જવાની ફરજ પડી રહે છે. જેટલો આ ધોધ રમણીય અને નયન રમ્ય લાગે છે તેટલો જ તે ખોફના અને ભયંકર પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *