ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: છેલ્લા 24 કલાકમાં 87 તાલુકાઓમાં વરસાદ -સોથી વધુ ચીખલીમાં 4.5 વરસાદ ખાબક્યો

Gujarat monsoon news: ગુજરાતમાં હાલ મેઘરાજાએ થોડી બ્રેક મારી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 87 તાલુકાઓમાં મેધમહેર જોવા મળી છે. તેમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના(Gujarat monsoon news) 87 તાલુકામાં સૌથી વધારે વરસાદ પડી ચુક્યો છે. તે સમયગાળા દરમિયાન ચીખલીમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. જે કારણે રસ્તાઓમાં પાણી-પાણી થઈ ગયા છે.

આ વિસ્તારમાં પણ પડ્યો સારો વરસાદ
ચીખલી ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યના અમરેલી અને ગણદેવીમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ખેરગામ અને નવસારીમાં 3-3 ઈંચ, ઉમરપાડામાં પોણા 3 ઈંચ, ડોલવણમાં 2.5 ઈંચ, કુંકરમુંડામાં સવા 2 ઈંચ, ઉમરગામમાં સવા 2 ઈંચ, વલસાડ અને ભરૂચમાં પોણા 2 ઈંચ, નસવાડી અને લીમખેડામાં પોણા 2 ઈંચ, ગરુડેશ્વરમાં પોણા 2 ઈંચ, પારડીમાં પોણા 2 ઈંચ,,મહુવા અને દેવગઢબારિયામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

અમરેલીમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી
છેલ્લા 24 કલાકમાં મેઘરાજા અમરેલીમાં મન મૂકીને વરસ્યા છે. અમરેલીમાં શહેરમાં બે કલાકમાં 3 ઇંચ અને 24 કલાકમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદના કારણે અમરેલી શહેરમાં રોડ રસ્તાઓ પર નદી માફક વરસાદી પાણી વહેતા થયા હતા. અમરેલીનો રાજકમલ ચોક પાણી-પાણી થઈ ગયો હતો.

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમની જળ સપાટી 123.95 નોંધાઈ છે. જ્યારે ડેમની 138.68 મીટરની મહત્તમ જળ સપાટી ધરાવે છે. આ સાથે જ હાલ ડેમમાં પાણીની આવક 1 લાખ 8 હજાર 200 ક્યૂસેક જોવા મળી છે. જેમાં 4 કલાકમાં જળ સપાટીમાં 16 સેમીનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે સામે રિવરબેડ પાવર હાઉસમાંથી 13 હજાર 914 કયૂસેક અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 5 હજાર 191 ક્યૂસેક જાવક નોંધાઈ છે.

કારીયાણી ગામે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસ્યા
વરસાદના કારણે બોટાદ જિલ્લામાં કારીયાણી ગામે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ અનેક વાર તંત્રને રજૂઆત છતાં કોઇ નિરાકરણ ન થતાં ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *