બારડોલી-લીંબડી હાઈવે થયો લોહીલુહાણ: મધરાત્રે અકસ્માત સર્જાતા જામનગરના ભાઈ-બહેનનું એક સાથે મોત

Bardoli Limbdi Highway Accident: બારડોલી લીંબડી હાઇવે પર એક કારને ગમ્ખવાર અકસ્માત નડ્યો છે. જેમાં બે સગા ભાઈ બહેનનું મોત નીપજ્યું છે. લીંબડી હાઈ-વે પર…

Bardoli Limbdi Highway Accident: બારડોલી લીંબડી હાઇવે પર એક કારને ગમ્ખવાર અકસ્માત નડ્યો છે. જેમાં બે સગા ભાઈ બહેનનું મોત નીપજ્યું છે. લીંબડી હાઈ-વે પર છાલિયા તળાવ નજીક રોડ પર ઉભેલા અજાણ્યા વાહન પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી અજાણ્યો ચાલક વાહન લઈ ફરાર ગયો હતો. મળતી માહિતી અનુસાર, બને ભાઈ બહેન જામનગરના હોવાનું જાણવા મળ્યું છે. જામજોધપુર રહેતા કલ્પેશભાઈ પ્રફુલભાઈ મજિઠીયાએ બારડોલી ખાતે એક્ઝિબિશનમાં જ્યુસનો સ્ટોલ રાખ્યો હતો. યુવાન જામનગરમાં રહેતા મોટા બહેનને લઈ કારમાં જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં જીવલેણ અકસ્માત(Bardoli Limbdi Highway Accident) નડ્યો હતો.

બુધવારે વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે લીંબડી હાઈ-વે પર છાલિયા તળાવ નજીક રોડ પર ઉભેલા વાહન પાછળ તેમની કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. કારના આગળના ભાગનું પડીકું વળી ગયું હતું. ત્યારે ઘટનાસ્થળે જ ભાઈ બહેનનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર અજાણ્યો ચાલક વાહન લઈ ભાગી ગયો હતો. અકસ્માત અંગે મૃતકોના પરિવારને જાણ કરી કારમાં ફસાયેલા મૃતદેહોને મહામહેનતે બહાર કાઢી પીએમ માટે લીંબડી સરકારી હૉસ્પિટલે ખસેડયા હતા.

મળતી માહિતી અનુસાર, મંગળવારે જામજોધપુર રહેતા કલ્પેશભાઈ પ્રફુલભાઈ મજિઠીયા કારમાં જ્યુસ બનાવવાનાં સાધનો મૂકી જામનગર રહેતા બનેવી નિલેશ સવજાણીના ઘરે આવ્યો હતો. એક્ઝિબિશનમાં મદદ મળી રહે તે માટે કલ્પેશે તેના મોટાબહેન શિલ્પાબેન સવજાણીને બારડોલી આવવા માટે તૈયાર કર્યા. કાર્ય સ્થળ પર સમયસર પહોંચી શકાય તે માટે ભાઈ-બહેન રાતે 1 વાગ્યે બારડોલી જવા રવાના થયા હતા.

અપરિણીત ભાઈને એક્ઝિબિશનમાં મદદરૂપ થવા બહેન શિલ્પા બારડોલી જવા તૈયાર થયા હતા. નિલેશ સવજાણી કહ્યું કે પરિવારજનોએ મારા સાળાને રાતે ડ્રાઈવિંગ કરવાનું જોખમ ખેડવું અને કરતાં વહેલા સવારે જવા માટે કહ્યું હતું. પરંતુ કાર્ય સ્થાળ પર સમયસર પહોંચવા બન્ને રાતે નીકળી ગયા હતા. સવારે અકસ્માત અંગે ફોન આવ્યો પત્ની અને સાળાના મૃત્યુના સમાચાર સાંભળી પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મારા સંતાનોના માથેથી તો મા અને મામા બન્નેના હાથ છીનવાઈ ગયા છે. અકસ્માતે મારો આખો પરિવાર વીખી નાખ્યો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *