જમ્મુ-કાશ્મીરમાં મોટી દુર્ઘટના, સેનાના વાહનમાં આગ લાગતા શહીદ થયા ચાર સિંહ જવાન – જુઓ ઘટનાના લાઈવ દ્રશ્યો

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની છે. અહીં પૂંચ-જમ્મુ નેશનલ હાઈવે (Punch Terrorist Attack) પર સેનાના એક વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં…

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના બની છે. અહીં પૂંચ-જમ્મુ નેશનલ હાઈવે (Punch Terrorist Attack) પર સેનાના એક વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 4 જવાનો શહીદ થયા હોવાની માહિતી છે. આ અકસ્માત ભટાદુડિયા વિસ્તારમાં થયો હતો. માહિતી મળતાની સાથે જ સેનાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ કેસની તપાસ ચાલી રહી છે.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સેનાના વાહનમાં આગ લાગી છે. બીજી તરફ આગની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી જતા જોવા મળી રહ્યા છે. ઘટનાનો વીડિયો નીચે જોઈ શકાય છે-

જમ્મુમાં એક દર્દનાક અકસ્માતમાં સેનાના ચાર જવાન શહીદ થયા છે. અહેવાલો અનુસાર, પૂંચ-જમ્મુ હાઈવે પર સેનાના એક વાહનમાં આગ લાગી હતી. ભીષણ આગની લપેટમાં આવી જતાં ટ્રકમાં સવાર ચાર જવાનો શહીદ થયા છે. જો કે સેનાનું સત્તાવાર નિવેદન હજુ આવ્યું નથી. આ સાથે જવાનોના વાહનમાં આગ લાગવા પાછળ આતંકવાદીઓનું ષડયંત્ર છે કે અકસ્માત છે, તે હજુ સ્પષ્ટ થયું નથી.

પ્રાથમિક તપાસમાં ટ્રકમાં વીજળી પડવાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સાથે જ સેનાની ટ્રક પર ગ્રેનેડ હુમલાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સેનાએ બંને એંગલથી તપાસ કરવાનું કહ્યું છે. જે વિસ્તારમાં અકસ્માત થયો તે પુંછથી 90 કિલોમીટર દૂર છે. આર્મીની ટ્રકમાં આગ લાગવાની માહિતી મળતા સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *