જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- ચાર આતંકવાદીઓને ગોળીએ વીંધી નાખ્યા

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): સુરક્ષા દળોએ ચાર આતંકવાદી(Terrorist)ઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ પુલવામા(Pulwama)માં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે હંદવાડા અને ગાંદરબલમાં…

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir): સુરક્ષા દળોએ ચાર આતંકવાદી(Terrorist)ઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ પુલવામા(Pulwama)માં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે હંદવાડા અને ગાંદરબલમાં એક-એક આતંકીને ઠાર કર્યો છે. પુલવામામાં માર્યા ગયેલા આતંકવાદીનું લશ્કર-એ-તોયબા(Lashkar-e-Toiba) સાથે કનેક્શન હતું જ્યારે અન્ય લોકો લશ્કરના આતંકવાદીઓ હોવાનું કહેવાય છે. આ ચાર આતંકવાદીઓ ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.

પુલવામામાં એન્કાઉન્ટર
શુક્રવારે સાંજે પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ચેવકલાનમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો અને સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી સાથે એન્કાઉન્ટર શરૂ થયું.

આઈજીપી કાશ્મીરે માહિતી આપી છે કે, અમે ગઈકાલે રાત્રે 4-5 સ્થળોએ જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. પુલવામામાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે જેમાંથી એક પાકિસ્તાની છે. આ બંને જૈશના આતંકી છે. તે જ સમયે, ગાંદરબલ અને હંદવાડામાં એક આતંકવાદી માર્યો ગયો છે. એક આતંકવાદી જીવતો પકડાયો છે.

લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓ માર્યા ગયા
મહત્વપૂર્ણ છે કે, ગુરુવારે નાયરા બાટપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ એન્કાઉન્ટર કાશ્મીર ખીણના પુલવામા, ગાંદરબલ અને કુપવાડા જિલ્લામાં થયું હતું. દક્ષિણ કાશ્મીરના પુલવામાના ચેવકલાન વિસ્તારમાં રાતોરાત અથડામણમાં બે જૈશ-એ-મોહમ્મદ (જીમ) આતંકવાદીઓ અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા. મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સેરાચ વિસ્તારમાં વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ ફાયરિંગમાં લશ્કર-એ-તૈયબા (LeT)નો એક આતંકવાદી માર્યો ગયો છે.

લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના નેચમા રાજવાર વિસ્તારમાં સવારે અન્ય એક એન્કાઉન્ટર થયું, જેમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ચાર-પાંચ સ્થળોએ આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે અમે ગઈકાલે રાત્રે 4-5 જગ્યાએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. અત્યાર સુધીમાં, એક પાકિસ્તાની સહિત બે JeM આતંકવાદીઓ પુલવામા, ગાંદરબલ અને હંદવાડામાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી માર્યા ગયા છે. હંદવાડા અને પુલવામામાં એન્કાઉન્ટર. કુમારે જણાવ્યું કે એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *