જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ઘમાસાણ: એન્કાઉન્ટરમાં જવાનોએ એક આતંકીનું ઢીમ ઢાળી દીધું

જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir): શોપિયા જિલ્લા(Shopia District)ના તુર્કુવાંગમ ગામ(Turkuvangam village)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ(Terrorists) વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે. વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટ્સ પર જમ્મુ અને કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમ દ્વારા ગામને ઘેરી લેવામાં આવ્યું હતું. સુરક્ષા દળોએ શંકાસ્પદ વિસ્તારમાં સર્ચને વધુ તીવ્ર બનાવતાં જ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.

જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ ગુરુવારે શોપિયાંના તુર્કવાંગમમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘેરાબંધી કડક થતી જોઈને આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. સૂત્રોએ જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ બેથી ત્રણ આતંકીઓ હાજર છે અને હવે બંને તરફથી ગોળીબાર ચાલુ છે.

સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તમામ હિલચાલ બંધ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓને પકડવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા શ્રીનગરમાં મંગળવારે રાત્રે સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસને માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી.

શ્રીનગર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બંને સ્થાનિક લશ્કર-એ-તૈયબા આતંકવાદીઓ હતા. બંને આતંકવાદીઓ ખીણના રહેવાસી હતા અને તેઓ ઘાટીમાં અનેક નાગરિકોની હત્યાની ઘટનાઓમાં સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *