BIG NEWS: ભારતીય જવાનોને મળી મોટી સફળતા- સુરક્ષાદળોએ 1 આતંકવાદીને ગોળીએ વીંધી નાખ્યો

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir): પુલવામા(Pulwama) જિલ્લાના અવંતીપોરા(Avantipora) વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી(Terrorist) માર્યો ગયો હતો અને સેનાના બે જવાન(army man) ઘાયલ થયા હતા. માહિતી આપતાં એક અધિકારીએ કહ્યું કે, માનવ અને તકનીકી ગુપ્ત માહિતીના આધારે આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણાને શોધી કાઢવામાં આવ્યા હતા. કાશ્મીર ઝોન પોલીસે સોમવાર અને મંગળવારની મધ્યરાત્રિએ ટ્વીટ કરીને એન્કાઉન્ટરની માહિતી આપી હતી.

માર્યા ગયેલા આતંકવાદી વિશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તે પુલવામામાં ટાર્ગેટ કિલિંગમાં સામેલ હોઈ શકે છે. સોમવારે મોડી રાત્રે આ એન્કાઉન્ટર થયું હતું. જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે, પુલવામા જિલ્લાના પદગામપોરા અવંતીપોરામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સુરક્ષા દળોએ સ્થળને ઘેરી લીધું હતું.

જ્યારે પોલીસ અને સુરક્ષા દળો આતંકીઓ સુધી પહોંચ્યા તો એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. થોડા સમય પછી પોલીસ તરફથી એવી માહિતી મળી કે અવંતીપોરા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જો કે હજુ સુધી તેનો મૃતદેહ મળ્યો નથી. તમને જણાવી દઈએ કે 26 ફેબ્રુઆરીએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સંજય શર્માની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ટાર્ગેટ કિલિંગનો મામલો સામે આવ્યા બાદ સુરક્ષા દળોએ સઘન તપાસ શરૂ કરી છે.

કાશ્મીર ઝોનની પોલીસે આપી જાણકારી
કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટર પર કહ્યું, “પુલવામા જિલ્લાના પદગામપોરા અવંતીપોરામાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો કામ પર છે.” જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશન વિશે અપડેટ કરતા કહ્યું, “એક આતંકવાદી એન્કાઉન્ટરમાં માર્યો ગયો. જો કે, તેનો મૃતદેહ હજુ સુધી રિકવર કરવાનો બાકી છે.”

બે દિવસ પહેલા કાશ્મીરી પંડિતની કરવામાં આવી હતી હત્યા 
તમને જણાવી દઈએ કે એન્કાઉન્ટરના બે દિવસ પહેલા આજે સવારે આતંકીઓએ પુલવામા જિલ્લામાં બેંકના એટીએમ ગાર્ડ 40 વર્ષીય કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ વર્ષે કાશ્મીરમાં લઘુમતી સમુદાયના સભ્ય પર આ પહેલો હુમલો હતો. ગયા વર્ષે, આતંકવાદીઓએ નાગરિકો પર લગભગ 30 હુમલા કર્યા હતા, જેમાં ત્રણ કાશ્મીરી પંડિતો, રાજસ્થાનના એક બેંક મેનેજર, જમ્મુની એક મહિલા શિક્ષક અને આઠ બિન-સ્થાનિક કામદારો સહિત 18 લોકો માર્યા ગયા હતા.

આ વર્ષે કાશ્મીરમાં લઘુમતી સમુદાયના સભ્ય પર આ પહેલો હુમલો હતો. પરંતુ વર્ષ 2022માં આતંકવાદીઓએ લગભગ 30 નાગરિકો પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ કાશ્મીરી પંડિતો, રાજસ્થાનના એક બેંક મેનેજર, જમ્મુની એક મહિલા શિક્ષક અને 8 બિન-સ્થાનિક મજૂરો સહિત 18 લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *