જમ્મુ-કાશ્મીરમાં પોલીસને મોટી સફળતા હાંસલ થઇ છે. ઈનપુટના આધારે શોપીયા પોલીસે આંતકવાદીઓના પાંચ સહયોગીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પૂછપરછ દરમિયાન આ પાંચ સહયોગીઓએ સ્વીકાર કર્યો છે કે તેઓ આંતકવાદીઓ સાથે મળીને સુરક્ષા બળોને નિશાન બનાવવા ના હતા અને જગ્યાએ જગ્યાએ IED બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર કરી રહ્યા હતા.
પોલીસ જેમને સહયોગીઓનું નામ અકીબ પુત્ર નઝીર, અમિર મજીદ વાની, સમીર અહમદ પુત્ર મુસ્તાક અહમદ ભટ, ફેઝલ ફારૂક પુત્ર મો. ફારૂક અહમદ, મોઇસ દાનગરપુરા નિવાસી મોહમ્મદ અયુબ ગઇન છે. તેમની પાસેથી એક IED પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેના વડે તેઓ મોટા આંતકવાદી હુમલો કરવાની ઈચ્છા ધરાવતા હતા. જે નિષ્ફળ કરવામાં પોલીસને સફળતા મળી છે.
Jammu & Kashmir: Police in Shopian has busted a terror module of Hizbul Mujahideen, arrested 5 terrorists and recovered a sophisticated IED. The terrorists were planning to target police & security forces by planting explosives during their movement in the area; further probe on. pic.twitter.com/PwCciE2G81
— ANI (@ANI) June 19, 2019
ઉલ્લેખનીય છે કે જાગીર મૂસાને ઠાર માર્યા બાદ આતંકવાદીઓ સતત હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં સૈન્ય બળો પર મોટો હુમલો કરવાની ફિરાકમાં રહેલા આ પાંચ આંતકવાદીઓના સહયોગીઓ ઝડપાતાં પોલીસ તેમજ સુરક્ષા બળોને મોટી સફળતા હાંસલ કરી છે. હાલમાં જ અનંતનાગમાં CRPF કાફલા પર મોટો હુમલો થયો હતો. જેમાં 6 જવાનો શહીદ થયા હતા.
આ ઉપરાંત અનંતનાગમાં અથડામણ દરમિયાન પણ મેજર કેતન શર્મા શહીદ થયા હતા. કાશ્મીરમાં ચૂંટણી બાદ જ ફરી આંતકવાદીઓ સક્રિય થયા છે અને સતત ભારતીય સુરક્ષા બળ પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે. આમાંથી આ એક મોટો હુમલો કરવામાં ભારતીય સેનાને આંશિક સફળતા મળી છે. પાંચ લોકો તરફથી ઇનપુટ મળવાની પણ સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.