જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir)માં આતંકવાદી(Terrorist)ઓ સામે સેનાનું ‘ઓલ આઉટ’ ઓપરેશન ચાલી રહ્યું છે. જમ્મુ -કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓને ઠાર(6 terrorists shot) કર્યા છે. આમાંના કેટલાક આતંકવાદીઓ તાજેતરમાં નાગરિકોની હત્યામાં પણ સામેલ હતા. જો કે, આ ઓપરેશન દરમિયાન જેસીઓ સહિત 5 સેનાના જવાનો પણ શહીદ(5 Martyrs of the army) થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા 30 કલાકમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 5 એન્કાઉન્ટર થયા છે.
અનંતનાગ, બાંદીપોરા, શોપિયાંમાં આતંકીઓ માર્યા ગયા:
1. અનંતનાગ: સોમવારે સવારે થયેલા એન્કાઉન્ટરમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ એન્કાઉન્ટર દરમિયાન જમ્મુ -કાશ્મીર પોલીસનો એક જવાન પણ ઘાયલ થયો હતો. અત્યાર સુધી આતંકી વિશે કોઈ માહિતી મળી નથી.
2. બાંદીપોરા: અનંતનાગ સાથે સુરક્ષા દળોએ બાંદીપોરામાં આતંક વિરોધી ઓપરેશન હાથ ધર્યું. આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ઇમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઇ હતી, જે લશ્કર-એ-તૈયબા (ટીઆરએફ) સાથે સંકળાયેલો હતો. આ આતંકવાદી શાહગુંડમાં એક સામાન્ય નાગરિકની હત્યામાં સામેલ હતો.
3. શોપિયાં: સેનાએ મોડી રાત્રે જિલ્લાના તુલરાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. કેટલાક કલાકો સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓના નામ દાનિશ અહમદ, યાવર અહેમદ અને મુખ્તાર અહેમદ છે. આતંકીઓ પાસેથી બે પિસ્તોલ અને એક AK -47 પણ મળી આવ્યા છે. મુખ્તાર અહમદ ગંદરબલમાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો.
જિલ્લાના ફેરીપોરા વિસ્તારમાં મંગળવારે સવારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર પણ થયું. જેમાં એક આતંકી માર્યો ગયો છે. આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
પાંચ જવાન પણ થયા શહીદ:
જમ્મુના પૂંછ જિલ્લામાં પણ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત રીતે આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરી હતી. આ આતંકવાદીઓ એલઓસી પાર કરીને ચામેર જંગલમાં પહોંચી ગયા હતા. ઇનપુટ મળતા જ સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા અને એન્કાઉન્ટર શરૂ થયું. આ એન્કાઉન્ટરમાં જેસીઓ સહિત 5 જવાનો શહીદ થયા હતા.
આ હુમલામાં માર્યા ગયેલા સૈનિકોમાં નાયબ સુબેદાર (જેસીઓ) જસવિંદર સિંહ, નાઇક મનદીપ સિંહ, સિપાહી ગજ્જન સિંહ, સરાજ સિંહ અને વૈશાખ એચ. શહીદ થયેલા સૈનિકોમાં ત્રણ જસવિંદર સિંહ, મનદીપ સિંહ અને ગજન સિંહ પંજાબના રહેવાસી હતા. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ શહીદોના પરિવારજનોને 50 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.