વીર નર્મદ યુનીવર્સીટી મામલો વધુ બીચકયો, વિધાર્થીઓની એક જ માંગ કે… પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે

ગુજરાત: સુરત (Surat) માં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) માં AVBP દ્વારા નવરાત્રિ (Navratri) નું આયોજન થયું હતું કે,…

ગુજરાત: સુરત (Surat) માં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) માં AVBP દ્વારા નવરાત્રિ (Navratri) નું આયોજન થયું હતું કે, જેમાં રાત્રે પોલીસે (Police) યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થીઓ (Students) ને બાબતો અંગે સુચના આપતા વિદ્યાર્થીઓ તથા પોલીસ વચ્ચે વચ્ચે મારામારી થઈ હતી.

પોલીસે દંડાવાળી કરતાં 7 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ ગેરકાયદેસર રીતે ઘુસી હોવાની ચર્ચા સમગ્ર શહેરમાં શરૂ થઇ ચુકી છે ત્યારે સુરત ઉમરા PI કે. આઈ. મોદીએ વિદ્યાર્થીઓની માફી માંગી છે. ગઈકાલ મોડી રાત સુધી મામલો ખૂબ જ ગરમાયો હોવાથી છેવટે રાજકીય દબાણ આવતા પોલીસે પોતાની ભૂલ સ્વીકારી હતી.

હાલમાં સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા JCPની અધ્યક્ષતામાં તપાસ સોંપાઈ છે. જો કે, વિદ્યાર્થી સંગઠન દ્વારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગણી ઉઠી રહી છે. વિરોધ પ્રદર્શન ઉગ્ર કરવાની સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ જણાવે છે કે, ઉમરા પોલીસ માટે શરમજનક બાબત એટલા માટે છે કે, અતિ પોશ વિસ્તાર ગણાતા તેમજ ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ ક્લબ પાર્ટીનું આયોજન થયું હતું.

જેમાં પાર્ટી હોવાના સોશિયલ મીડિયામાં વીડિયો પણ ખુબ વાઈરલ થયા હતા પણ પોલીસને આ કાર્યક્રમ અંગે કોઈ પણ પ્રકારની માહિતી મળતી ન હતી તેમજ યુનિવર્સિટીમાં એક દિવસીય નવરાત્રિના આયોજનની જાણકારી મળી જાય એ ખુબ આશ્ચર્યજનક બાબત છે.

નાઈટ ક્લબમાં પાર્ટીઓ થઈ રહી છે. જેને અટકાવવામાં સદંતર ઉમરા પોલીસ નિષ્ફળ સાબિત થઇ રહી છે. ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે કે, જેમાં કોરોના સંક્રમણ ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું હોય પણ માલેતુજાર પરિવારના નબીરાઓ દ્વારા યોજાતા નાઇટ ક્લબની પાર્ટીઓ પર રોક લગાવવાની કામગીરી કરી શક્યા નથી.

આપને જણાવી દઈએ કે, સુરત પોલીસ કમિશનર, ઉમરા PI તથા VNSGU ના કુલપતિ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે, જેમાં પોલીસ કમિશનર અજય કુમાર જણાવે છે કે, યુનિવર્સિટીમાં પોલીસ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ ઘર્ષણ એ બાબત અમારા ધ્યાનમાં આવી છે.

આ મુદ્દાને અમે ખૂબ જ ગંભીરતાથી લઈને DCP કક્ષાના અધિકારીને તપાસ સોંપી દેવાઈ છે. પોલીસ અહીં કેવી રીતે પહોંચી? ત્યાં આગળ શું થયું? વિદ્યાર્થી તથા પોલીસ વચ્ચે વાતચીત પછી સમગ્ર મામલો ગરમાયો તે અંગેની તપાસ કરાશે. ઉમરા PI કે.આઈ.મોદી જણાવે છે કે, અમે વિદ્યાર્થીઓની માફી માગી લીધી છે.

આ મુદ્દો અમે અહીં જ પૂરો કરવા માંગીએ છીએ. તેમને પૂછવામાં આવ્યું કે, પોલીસ આ રીતે યુનિવર્સિટી કેમ્પસમાં જઈ શકે? ત્યારે PI જણાવે છે કે, પોલીસ બધે જ જઈ શકે છે. એ તમે પણ જાણો છો તેમજ હું પણ જાણું છું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ફોન કરવા છતાં તેમણે રિસીવ ન કરતા તેમની સાથે આ મુદ્દે કોઈ વાતચીત થઇ નથી.

જો કે, યુનિવર્સિટીના AVBPના કેમ્પસ મંત્રી સહિત અન્ય હોદ્દેદારો દ્વારા પોલીસ વિરુદ્ધ સપ્તાહથી કામગીરી કરવાની માંગણી કરવામાં આવી છે. આ દબંગગીરી દાખવીને વિદ્યાર્થીઓ તેમજ ખોટી રીતે હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે કે, જે પણ પોલીસ કર્મી દ્વારા વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવામાં આવી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *