ગુજરાત(Gujarat): જામનગર(Jamnagar) શહેરના કાલાવડ(Kalavad) નાકા બહાર સિલ્વર પાર્ક-2માં રહેતા મીનાઝબેન શકીલભાઈ સિપાહી (ઉ.વ.35) ઉર્ફે કરીમાબેન નામની મહિલા શનિવારે સવારે પોતાના ઘરેથી કચરો ફેંકવા માટે નીકળ્યા હતા. ત્યારબાદ ત્યાં પહોંચેલા મુના નામના શખ્સે મહિલા પર છરી વડે હુમલો કર્યો હતો.
અચાનક થયેલા હુમલાથી ગભરાઈ ગયેલા કરીમાબેન કંઈ વિચારે તે પહેલા જ કરીમાબેનને ફિરોઝ ઉર્ફે મુન્નાએ કોઇ કારણસર 8 ઘા માર્યા હતા અને લોહીલુહાણ થઇ ઢળી પડયા હતા. આ દૃશ્ય નિહાળી સ્થળ પર હાજર લોકો દોડતા હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. મહિલાને સારવાર અર્થે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ મહિલાએ દમ તોડી દેતા સમગ્ર બનાવ હત્યામાં પરિવર્તિત થયું હતું.
સંગે ઘટના અંગેની જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને હત્યા કરી ફરાર થયેલા શખસ સામે ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મહિલાની હત્યા નિપજાવનાર શખ્સ તેણીનો બનેવી હોવાનું અને કૌટુબીક મનદુ:ખમાં હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પહેલા પણ મુન્નો જામનગરમાં રહેતો હતો પરંતુ બંને વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તે શહેર છોડી બીજે રહેવા માટે જતો રહ્યો હતો. ત્યાંથી સવારે આવી સાળી પર હુમલો કરતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. હાલ સાળીની હત્યા કરી ભાગી ગયેલા બનેવીને શોધવા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી બાજુ ચકચારી હત્યાના આ કિસ્સાને લઇને જામનગરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.