દીકરીના લગ્નની ડોલી ઉઠે તે પહેલા જ પિતાની અર્થી ઉઠી- લગ્નના એક દિવસ પહેલા જ પિતાએ આપી દીધો જીવ

Jamnagar Gujarat: કાળજું કંપાવી દેતી ઘટના જામનગરમાંથી સામે આવી છે. જામનગરમાં એક પિતાએ દીકરીનાં લગ્નના એક દિવસ પહેલાં જ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં ખુબજ અરેરાટી મચી ગઈ છે. ગઇકાલે સાંજે જ માંડવાની અને લગ્નગીતની રસમ પૂર્ણ થઈ હતી. પિતાએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવી દીધું હતું.

આપઘાત કરેલા આ મીતનું નામ રોત્તમભાઈ છગનભાઈ રાઠોડ છે, તેઓ જામનગરના નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં રહે છે. નરોત્તમભાઈએ પોતાના મકાનની બાજુમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનની સાઇટ પર ગળાફાંસો ખાઇ લીધો હતો અને પોતાનું જીવન ટુકાવ્યું હતું. મળેલી માહિતી અનુસાર નરોત્તમભાઈ વહેલી સવારે તેમના પિતાને ચા પીને ઘરેથી નીકળ્યા હતા.

ઘરેથી નીકળ્યાની થોડી વારમાજ નરોત્તમભાઈના મોતના સમાચાર પરિવારના લોકોને મળ્યા હતા. આ સમાચાર સાંભળતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. હાલતો આ સમગ્ર મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. નરોત્તમભાઈને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. સવથી મોટી દીકરીના લગ્ન સિક્કા ગામમાં નક્કી થયા હતા ને આવતી કાલે જાન આવાની હતી.

મોટી દીકરીના લગ્ન હોવાથી નરોત્તમભાઈના અન્ય ત્રણ ભાઈઓ તેમના પરિવાર સાથે એકત્ર થયા હતા. ઘરે લગ્નનો માંડવો પણ બંધાઈ ગયો છે. પિતાને ચા પીવરાવીને બહાર ગયા હતા અને ત્યારે જ તેમનો પુત્ર બાજુમાં ચાલતી રહેલા કન્સ્ટ્રક્શનની સાઇટ પાસેથી પસાર થયો અને ત્યારે તેને પિતાનો મૃત દેહ જોયો હતો. આ ઘટનાથી પરિવારના હૈયાફાટ રુદનથી વાતાવરણ દ્રવી ઊઠ્યું હતું.

ત્યાર બાદ સ્ર્મ્ગ ઘટના વિષે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલસ તરતજ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આપઘાત પાછળનું કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી. ક્યાં સંજોગોમાં આવું પગલું ભર્યું છે તે હજુ જાણવા મળ્યું નથી.

પરિવાર સાથે વાત કરતા કહ્યું કે તેમને કોઈ આર્થિક તકલીફ ન હતી કે કોઈ પણ પ્રકારનું દબાણ પણ ન હતું. હાલમાંતો પરિવાર દ્વારા લગ્ન સમારોહ મોકૂફ રખાયો છે. પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને ત્યાર બાદ પરિવાર દ્વારા અંતિમવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *