દિગ્ગજ ક્રિક્રેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ પોતાના જન્મદિનને સમાજ સેવાના માધ્યમથી ખુબ યાદગાર બનાવી દીધો છે. તેઓ દર વર્ષે પોતાના જન્મદિવસે સમાજ સેવાના કાર્યો કરતા રહેતા હોય છે ત્યારે જામનગરના રહેવાસી તેમજ ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તથા શ્રી માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ જન્મદિન નિમિત્તે જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થઇને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે.
રીવાબા જાડેજાનો 5 સપ્ટેમ્બરનાં રોજ ટએટલે કે, આજના દિવસે એમનો જન્મદિવસ છે ત્યારે ખુબ સાદગીથી ઉજવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે સેલિબ્રિટીઓ પોતાના જન્મદિનની ખૂબ ધમાકેદાર રીતે ઉજવણી કરતા હોય છે પણ રીવાબા જાડેજાએ શહેરમાં પોતાના નિવાસસ્થાનમાં જરૂરિયાતમંદ પરિવારોને બોલાવીને કેન્દ્ર-રાજ્ય સરકારની અનેકવિધ યોજના મારફતે મદદરૂપ થઈ જન્મદિનની ઉજવણી કરી છે.
રિવાબા જાડેજા સંચાલિત શ્રી માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ કુનડ ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીને પણ રિવાબા દ્વારા સાદગીથી પોતાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
અહીં નોંધનીય છે કે, ગત વર્ષે રીવાબા જાડેજાએ જન્મદિન નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો છે. રીવાબા દ્વારા પોતાના જન્મદિન પર એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી કે, જેને લીધે ચારેય બાજુથી તેમની પ્રશંસા થઈ હતી. આમ, રિવાબાબા જાડેજા દર વર્ષે સમાજ સેવાના કાર્યોથી પોતાનો જન્મદિવસ યાદગાર બનાવે છે.
રવિન્દ્ર જાડેજા તેમજ રીવાબાના લગ્ન 17 એપ્રિલ વર્ષ 2016ના રોજ રાજકોટમાં થયા હતા. વર્ષ 2016માં IPL દરમિયાન બંનેના ધામધૂમથી લગ્ન થયા હતા. જાડેજાના પત્ની રીવાબા ભાજપ પાર્ટીની સાથે જોડાયેલા છે. આમ, તેઓ ખુબ જાણીતા બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.