ગુજરાત: પોતાની ઉપર જ ફાયરિંગ કરાવવા માટે સરપંચના ભાઈએ અજાણ્યા શખ્સોને આપ્યા 60,000 રૂપિયા- કારણ છે ચોંકાવનારૂ

હાલમાં કોરોનાની સાથે જ સમગ્ર રાજ્યમાંથી અવારનવાર આત્મહત્યાની અથવા તો ચોરી, લુંટફાટ તેમજ હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ જામનગર જિલ્લામાંથી સામે આવી રહી છે.

જામનગર જિલ્લામાં ફાયરિંગની ઘટનાઓમાં દિવસેનેદિવસે સતત વધારો થતો જાય છે. જિલ્લામાં આવેલ જામજોધપુર તાલુકામાં આવેલ ગઢકડા ગામમાં પંચાયતની કચેરીમાં ગત શનિવાર કુલ 2 અજાણ્યા શખ્સોએ આવીને સરપંચના ભાઈ સહિત કુલ 2 વ્યક્તિ પર ફાયરિંગ કર્યું હતું.

જેની પોલીસ ફરિયાદ શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતાં આ કેસમાં એક ચોંકાવનારો વણાક આવ્યો છે. ફરિયાદીએ પોતે જ ભાડુતી માણસો રાખીને કુલ 60,000ની સોપારી આપવામાં આવી હતી.

પહેલાં પણ પોતાના ભાઈની હત્યા નીપજાવી હતી. જે કેસમાં સામેનાં જૂથનાં એક વ્યક્તિને ફસાવવા બનાવટી ફાયરિંગનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. શેઠ વડાળા પોલીસે ફાયરિંગ કરતા કુલ 2 શખ્સ સહિત કુલ 3 વ્યક્તિની સામે ગુનો નોંધીને ધરપકડ કરી લેવામાં આવી છે.

જામજોધપુરમાં આવેલ ગઢકડા ગામનાં સરપંચ યાસીનભાઈ સફિયાના ભાઈ ઓસમાણ સફિયા ગત શનિવારની રાત્રે ગ્રામ પંચાયતની કચેરીમાં ખેડૂતોના પાક વીમા ફોર્મ ભરતાં હતાં. એ સમયે બાઈક પર આવેલ કુલ 2 વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું.

જેમાં ઈસ્માઈલ જુસબ સફિયા ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે ફાયરિંગ કરનાર ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના બાબતે સરપંચનાં ભાઈ ફિરોજ સફિયા તરફથી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારપછી પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરતાં ફિરોજની આકરી રીતે પૂછપરછ કરવામાં આવી હતી.

આ કેસમાં પોલીસને પ્રાથમિક તપાસમાં જ ઘણી આશંકાઓ રહેલી હતી. શેઠ વડાળાની ઉપરાંત, જામનગર ગ્રામ્ય પોલીસ તથા LCB ટીમ તરફથી આ કેસમાં ઊંડી તપાસ કરવામાં આવી હતી. ઘટના સ્થળનું પણ ઝીણવટથી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી આ કેસમાં થયેલ ફરિયાદ ખોટી હોવાનું સાબિત થતાં ફિરોજની સામે આશંકાઓ મજબુત બનતી હતી.

પોતાના ભાઈ યાસિનની કુલ 6 માસ અગાઉ હત્યા કરવામાં આવી હતી. જે કેસમાં કુલ 9 આરોપીને પકડવામાં આવ્યા હતાં. પોલીસે જ્યારે ઉલટ તપાસ કરી હતી ત્યારે ફિરોજ સફિયાએ જ સમગ્ર તરકટ રચ્યું હોવાનો પર્દાફાસ થયો હતો. પોલીસે ફાયરિંગ કરનાર અયુબ સફિયા તથા હાજી ઉર્ફે શાહરૂખની વિરુદ્ધ પણ ગુનો નોધવામાં આવ્યો છે.

ફિરોજનાં ઈશારે સમગ્ર ફાયરિંગ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફિરોજે આ બંને વ્યક્તિને કુલ 60,000 આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આ રોકડ પણ પોલીસે કબજે કરી લીધી છે. આ કેસમાં પોલીસે વિસ્તારની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *