ગુજરાત: આશ્રમના મહંત વિરુદ્ધ નોંધાય દુષ્કર્મની ફરિયાદ – પરિણીત સેવિકાના આક્ષેપ

ગુજરાતમાં અવાર-નવાર ઢોંગી બાબા ના નામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. જામનગરના જોડિયા (Jamnagar Jodiya) પંથકના બાલંભા ગામે ઉદાસી (Udashi Ashram) આશ્રમના મહંતે (Mahant) મહિલા પર દુષ્કર્મ ગુજર્યાની (Rape in Ashram) ઘટના સામે આવી છે. મહિલાએ જોડિયા પોલીસ સ્ટેશનમાં (Jodiya Police station) મહંત સામે સંગીન અને ગંભીર આરોપ લગાવતા પોલીસે ફરિયાદ નોંધી મહંતની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં ઓટીટી પ્લેટફોર્મ પર આશ્રમ સિરિઝના કારણે સમગ્ર દેશમાં આ પ્રકારના કિસ્સાઓની ભરમાર આવી રહી છે તેવામાં સૌરાષ્ટ્રના એક નાનકડા ગામેથી આ પ્રકારનો કિસ્સો આવતા ચકચાર મચી જવા પામી છે.

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, જામનગર જીલ્લામાં આવેલ જોડિયા તાલુકાના બાલંભા ગામમાં એક ચકચાર મચાવનાર ઘટના બની છે. જોડિયા નજીક બાલંભા ગામે ઉદાસી આશ્રમ આવેલ છે. અને આ આશ્રમના મહંત તરીકે 56 વર્ષ ના હરીદાસબાપૂ કાર્યભાર સંભાળે છે.  થોડા સમય પૂર્વે 6 ફેબ્રુઆરીએ આશ્રમના અનુયાયી એવી એક મહિલા ને મહંત દ્વારા ફોન કરીને એવું કહ્યું કે ‘હું બીમાર છું. તમે મારી સેવા કરવા આવો’ જેથી નજીકના  ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 40 વર્ષ ની પરિણીતા આવી હતી.

મહિલાને પોતાના આશ્રમ ખાતે બોલાવેલ અને આ મહિલા જ્યારે મહંતના પગ દબાવી રહી હતી.ત્યારે મહંત હરિદાસબાપુની નીયત બગડતા તેને મહિલાને તેની બાહોમાં લઇ લીધી હતી. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતુ જે બાદ મહંત અવારનવાર મહિલા ને ફોન ઉપર ધમકીઓ આપતો હતો કે ‘જો આ બાબતની કોઈ ને પણ જાણ કરી છે તો હું તાંત્રિક વિધિ કરીશ અને અન્ય અનુયાયીઓને કહીને બદનામ કરી દઇશ’ તેવી ધમકીઓ આપતા હતા.

જે ઘટના બાદ અંતે મહિલા જોડિયા પોલીસ સ્ટેશને પહોચી પોતાની આપવીતી વર્ણવી હતી. જ્યાં પોલીસે મહિલાના નિવેદન લઈને જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જામનગર ગ્રામ્યના DYSP કૃણાલ દેસાઇએ આ ઘટનાને લઈને જણાવ્યુ હતું કે, આ સમગ્ર ઘટનાને પગલે જોડિયાના PSI એમ.આર. વાળા સહિતના સ્ટાફ દ્વારા આ ગુન્હાનો જેના પર સંગીન અને રંગીન આરોપ લાગ્યો છે. તે ઉદાસી આશ્રમના મહંત એવા 56 વર્ષના હરીદાસબાપૂને ઝડ્પી લઈને ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *