11માં ધોરણમાં ભણતી દીકરીનું અપહરણ કરી ત્રણ નરાધમોએ પીંખી નાખી, 70 વર્ષના વૃદ્ધે પણ મોં કાળું કર્યું

હાલમાં દુષ્કર્મના વધતા કેસોમાં ફરીવાર એક એવો કેસ સામે આવ્યો છે જેમાં જામનગરમાં ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીનું અપહરણ કરીને 70 વર્ષના વૃદ્ધ સહિતના 3 હવસખોરોએ દુષ્કર્મ આચરીને તરછોડી દેતાં શહેરમાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસ દ્વારા ત્રણેય નરાધમોની અટકાયત કરી છે અને સગીરાને તબીબી પરિક્ષણ માટે મોકલી દેવામાં આવી છે. આ ઘટનાથી ત્રણેય શખ્સો સામે ફિટકાર વરસી રહ્યો છે.

જામનગર શહેરમાં રહેતી અને ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિની તારીખ 16ના રોજ ઘરેથી નીકળી હતી. ત્યારબાદ સગીરાને ચિરાગ નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો અને તેને સાધના કોલોનીના એક મકાનમાં લઈ ગયો હતો. જ્યાં તેના પર તેણે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ધવલ નામનો શખ્સ તેને લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બંને શખ્સોના દુષ્કર્મ બાદ સગીરા સાધના કોલોનીમાં આવેલાં સંગમબાગમાં પહોંચી ગઈ હતી. ત્યાં હવસખોર 70 વર્ષના વૃદ્ધે પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

3-3 શખ્સોનો ભોગ બન્યા બાદ સગીરા તેના ઘરે પહોંચતા માતા-પિતાએ ધરપત આપી હતી. આ અંગે તેને પુછતા સગીરાએ તેની સાથે કરવામાં આવેલ દુષ્કર્મ વિષે વર્ણવતા માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાને લઈ માતા પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં ધવલ જગદીશભાઈ ભાવનાની, ચિરાગ કમલેશભાઈ વાલ્મિકી અને પ્રવિણ શાંતિલાલ ધોળકીયા નામના નરાધમો સામે અપહરણ, દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *